Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માલ્ટામાં બની પંચાવન મીટર લાંબી ચૉકલેટની ટ્રેન

માલ્ટામાં બની પંચાવન મીટર લાંબી ચૉકલેટની ટ્રેન

Published : 28 February, 2026 12:06 PM | IST | Malta
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ પછી દરેક ટુકડાને જોડીને એમાંથી એક આખી ટ્રેન તૈયાર કરવામાં આવી. આ ટ્રેનને સૌથી લાંબી ચૉકલેટ ટ્રેનનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો ખિતાબ મળ્યો હતો.

માલ્ટામાં બની પંચાવન મીટર લાંબી ચૉકલેટની ટ્રેન

અજબગજબ

માલ્ટામાં બની પંચાવન મીટર લાંબી ચૉકલેટની ટ્રેન


યુરોપિયન દેશ માલ્ટામાં એક આર્ટિસ્ટે તાજેતરમાં ખાઈ શકાય એવી ચૉકલેટની ટ્રેન બનાવી છે અને એ પણ સૌથી લાંબી. આ કલાકારનું નામ છે ઍન્ડ્ર્યુ ફારુગિયા. આ ભાઈએ ચૉકલેટનાં શિલ્પોનો ત્રીજી વાર વિશ્વવિક્રમ બનાવ્યો છે. આ ટ્રેન ૫૫.૨૭ મીટર લાંબી છે જે ઑલિમ્પિકના સ્વિમિંગ-પૂલથી પણ લાંબી છે. એમાં એક સ્ટીમ-એન્જિન અને બાવીસ ડબ્બા લાગેલાં છે. એનું કુલ વજન ૧૬૦ કિલો છે. ઍન્ડ્ર્યુએ આ માટે બેલ્જિયમ ચૉકલેટનો ઉપયોગ કર્યો છે. આ ચૉકલેટ ટ્રેન બનાવવા માટે ઍન્ડ્ર્યુએ એક વર્ષથી પ્લાન‌િંગ શરૂ કરેલું અને પ્રૅક્ટિકલી એને બનાવવાની શરૂઆત કરી ત્યારથી ૪ મહિનાની મહેનતે એ બનીને તૈયાર થઈ. પહેલાં આ ટ્રેનનું માટીનું મૉડલ તૈયાર કરવામાં આવ્યું અને પછી એ મુજબ ડબ્બાના અલગ-અલગ ટુકડાઓના મોલ્ડ વાપરીને ચૉકલેટના ટુકડાઓ તૈયાર કરવામાં આવ્યા. એ પછી દરેક ટુકડાને જોડીને એમાંથી એક આખી ટ્રેન તૈયાર કરવામાં આવી. આ ટ્રેનને સૌથી લાંબી ચૉકલેટ ટ્રેનનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો ખિતાબ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 12:06 PM IST | Malta | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK