Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍન્ટાર્કટિકાના ગ્લેશિયરમાં વહે છે લાલચટક લોહીનો ધોધ

ઍન્ટાર્કટિકાના ગ્લેશિયરમાં વહે છે લાલચટક લોહીનો ધોધ

Published : 08 July, 2026 12:33 PM | Modified : 08 July, 2026 12:37 PM | IST | Antarctica
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના અનેક વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યમય હતી

લોહીનો ધોધ

અજબ ગજબ

લોહીનો ધોધ


ઍન્ટાર્કટિકામાં જ્યાં ચોમેર હિમશિલાઓ જ છે ત્યાં ટેલર ગ્લેશિયર પાસેથી નીકળતો ધોધ લાલચટક રંગના પાણીનો છે. આ ઘટના અનેક વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યમય હતી કેમ કે સફેદ રૂની પૂણી જેવા ગ્લેશિયરની વચ્ચે નીકળતો પાણીનો ધોધ કઈ રીતે લોહી જેવા ઘેરા લાલ રંગનો હોઈ શકે?  આમાં કોઈ હિંસા નથી સંકળાયેલી, પરંતુ એ કુદરતનો કરિશ્મા છે.

ઍન્ટાર્કટિકામાં વહેતી લોહીની નદી સૌથી પહેલાં ૧૯૧૧માં જોવા મળી હતી. એ વખતે એવું મનાતું હતું કે આ ધોધનો રંગ કોઈ ખાસ પ્રકારની લાલ રંગની શેવાળને કારણે હશે. જોકે હકીકત કંઈક જુદી છે. આ ગ્લૅશિયર પાસે ૪૦૦ મીટર નીચે એક પ્રાચીન ઝરણું વહી રહ્યું છે. હજારો વર્ષોથી અહીં પાણી સંઘરાયેલું છે. એમાં નમકની માત્રા એટલી વધુ છે કે ખૂબ નીચા તાપમાને પણ એ પાણી જામતું નથી. એને કારણે આ ઝરણામાંથી વહેતું પાણી અને ગ્લેશિયરનું આયર્નયુક્ત પાણી સાથે વહે છે. ગ્લેશિયરમાં પડેલી તિરાડોને કારણે એમાં હવા ભરાઈ જાય છે. હવામાંનો ઑક્સિજન, આયર્ન અને સૉલ્ટ સાથે મળીને કમાલની કેમિસ્ટ્રી રચે છે અને પાણીનો રંગ લોહી જેવો લાલ દેખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 12:37 PM IST | Antarctica | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK