એમાં ચહેરાના હાવભાવ પણ અદ્દલ રોહિત શર્મા જેવા જ છે. આ કળા માત્ર જુગાડ નથી, પરંતુ ક્રીએટિવિટીની મિસાલ છે.
જુઓ કલાત્મકતા
એક પ્રતિભાશાળી યુવાને બે પાણીવાળા નારિયેળને છોલીને એની એવી કોતરણી અને રંગરોગાન કર્યાં કે એમાંથી સ્પષ્ટપણે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્માનો ચહેરો દેખાય. ખૂબ બારીક નકશીકામ કરીને યુવાને પાણીવાળા નાળિયેરના ખાલી આવરણમાં જાણે જીવ ફૂંકી દીધો છે. એમાં ચહેરાના હાવભાવ પણ અદ્દલ રોહિત શર્મા જેવા જ છે. આ કળા માત્ર જુગાડ નથી, પરંતુ ક્રીએટિવિટીની મિસાલ છે.


