આ પોસ્ટર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અનેક સિંગલ બૉય્ઝ આ હોસ્ટેલનું સરનામું પૂછી રહ્યા છે.
આ છે બોય્ઝ હોસ્ટેલનું વાયરલ પોસ્ટર
ઘરને હૉસ્ટેલમાં તબદીલ કરીને એક કરતાં વધુ છોકરાઓને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવાની સ્કીમ આજકાલ બહુ ચાલે છે. બૉય્ઝ હૉસ્ટેલમાં વધુ છોકરાઓને આકર્ષવા માટે એમાં ઘણી સુવિધાઓ પણ અપાય છે. જેમ કે હોમમેડ ફૂડ, ફ્રી વાઇ-ફાઇ, ક્લીનિંગ સર્વિસ જેવી સુવિધાઓનું આકર્ષણ હોય છે. જોકે એક પ્રાઇવેટ હૉસ્ટેલના પોસ્ટરમાં એક સ્પેલિંગ મિસ્ટેકને કારણે કેટલાય છોકરાઓ હવે એ જ હૉસ્ટેલમાં રહેવા પડાપડી કરવા લાગ્યા છે. એમાં ફ્રી ઇન્ટરનેટ વાઇ-ફાઇને બદલે ફ્રી ઇન્ટરનેટ વાઇફની સુવિધા લખી છે. આ પોસ્ટર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અનેક સિંગલ બૉય્ઝ આ હોસ્ટેલનું સરનામું પૂછી રહ્યા છે.

