ઇન્ડોનેશિયામાં હિન્દુ કલ્ચરના દેવીદેવતાઓનાં અનેક મંદિરો છે. જોકે બાલીમાં અલાસ હારુમ નામના એક રેક્રીએશન સેન્ટરમાં ગણેશજીની અનોખી જાયન્ટ મૂર્તિનું અનાવરણ થયું છે.
બાલીમાં ગણેશજીની સૌથી ઊંચી મૂર્તિ
ઇન્ડોનેશિયામાં હિન્દુ કલ્ચરના દેવીદેવતાઓનાં અનેક મંદિરો છે. જોકે બાલીમાં અલાસ હારુમ નામના એક રેક્રીએશન સેન્ટરમાં ગણેશજીની અનોખી જાયન્ટ મૂર્તિનું અનાવરણ થયું છે. સિન્થેટિક લાકડામાંથી બનેલી આ મૂર્તિને કોતરવા માટે ૧૨૬ કારીગરોએ મહેનત કરી છે. ૨૫ ઑક્ટોબરે આ મૂર્તિનું અનાવરણ થયું હતું અને તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા એને સિન્થેટિક રતન (એક પ્રકારના લાકડા)માંથી બનેલી સૌથી ઊંચી મૂર્તિનો ખિતાબ મળ્યો છે.
