Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માલિકને બચાવવા માટે ભેંસો વાઘ સાથે ભીડી ગઈ

માલિકને બચાવવા માટે ભેંસો વાઘ સાથે ભીડી ગઈ

Published : 14 August, 2026 04:05 PM | IST | Bandhavgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં વાઘે ભરવાડ પર હુમલો કરતાં ભેંસોના ટોળાએ વાઘ પર જ હુમલો કરી દીધો. ભેંસોના આક્રમક તેવર જોઈને વાઘે પીછેહઠ કરી ભરવાડનો જીવ બચ્યો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વના પનપથા બફર ક્ષેત્રમાં બુધવારે એક અનોખો નજારો જોવા મળ્યો. ૩૬ વર્ષનો રામનરેશ સિંહ નામનો ભરવાડ તેની ભેંસો ચરાવવા માટે આવ્યો હતો. ભેંસોને ચરવા છૂટી મૂકીને તે એક જગ્યાએ આરામ કરી રહ્યો હતો. થોડી વાર પછી ભેંસો આસપાસમાં ન દેખાતા તે શોધવા નીકળ્યો હતો. ભેંસો ચરતાં-ચરતાં જંગલના બફર ક્ષે‌ત્ર સુધી પહોંચી ગઈ હતી. એને પાછી વાળવા માટે રામશરણ જંગલમાં ઘૂસ્યો હતો. તેને થોડેક દૂર ભેંસો ચરતી દેખાતાં રાહત થઈ, પરંતુ એ જ વખતે અચાનક તેના પર એક વાઘે હુમલો કર્યો હતો. વાઘની સાથે વાઘનું બચ્ચું પણ ત્યાં જ હતું. વાઘના હુમલાથી રામશરણે ચીસાચીસ કરી મૂકી હતી. તેની ચીસો સાંભળીને ભેંસોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું અને એ ઝુંડે વાઘ જોઈને ડરીને ભાગવાને બદલે ભેગા મળીને એના પર હુમલો કરી દીધો. ભેંસોના આક્રમક તેવર જોઈને વાઘે પીછેહઠ કરવી પડી‌ અને તેણે ભરવાડને છોડી દીધો. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 04:05 PM IST | Bandhavgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK