નીતિન અને ડૉલીનાં લગ્નને ૧૨ વર્ષ થઈ ગયાં છે. ગયા મંગળવારે એટલે કે ૧૩ મેની રાતે દસ વાગ્યે નીતિન સિંહે ડૉલીને ઢોરમાર મારીને ઊંધી લટકાવી દીધી હતી
પત્નીની પિટાઈ કરીને પાંચ મિનિટ સુધી અગાસીમાંથી ઊંધી લટકાવી રાખી
બરેલીના એક કસબામાં નીતિન નામના યુવકે તેની પત્ની ડૉલીને એટલી નિર્દયતાથી મારી કે એ જોનારા લોકો પણ કંપી ઊઠ્યા છે. રોજ દારૂ પીને ઘરે આવતા નીતિને એ રાતે પહેલાં તો પત્નીને ખૂબ મારી. પેલી ચીખતી અને ચિલ્લાતી રહી, પણ પતિનું જોર ઘટ્યું નહીં. છેલ્લે તેણે છત પરથી ડૉલીને ઊંધા માથે લટકાવી. તેણે અગાસીમાંથી પગ પકડી રાખ્યા અને પત્ની છટપટતી રહી. જોકે આ ઘટના જોઈને પાડોશીઓ દોડી આવ્યા. પતિએ તેના પગ છોડ્યા ત્યારે પાડોશીઓએ તેને જમીન પર પટકાતાં બચાવી લીધી હતી. જોકે નીચે આવતાં જ પત્ની બેહોશ થઈ ચૂકી હતી. મારપીટને કારણે તેના શરીર પર ગંભીર ચોટનાં નિશાન પડી ગયાં છે.
નીતિન અને ડૉલીનાં લગ્નને ૧૨ વર્ષ થઈ ગયાં છે. ગયા મંગળવારે એટલે કે ૧૩ મેની રાતે દસ વાગ્યે નીતિન સિંહે ડૉલીને ઢોરમાર મારીને ઊંધી લટકાવી દીધી હતી. પોલીસે પતિ અને તેની સાથે સામેલ અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.

