દાદાએ ૨૦૦૪માં લીધેલા ૫૦૦ શૅરે પૌત્રીને પોણાબે કરોડ રૂપિયા રળી આપ્યા
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
આનું નામ નસીબ. આ લૉટરી બૅન્ગલોરની પ્રિયા શર્માને લાગી છે. ૨૦૨૦માં કોરોનાને કારણે લૉકડાઉન હતો. ઘરની બહાર નીકળવાનું નહોતું એટલે પ્રિયા શર્માએ ટાઇમપાસ કરવા માટે દાદાનું વસિયતનામું વાંચવાનું નક્કી કર્યું. વિલ લેવા ગઈ ત્યાં ખાનામાં કેટલાક જૂના શૅર પર નજર ગઈ. પ્રિયાના દાદાએ છેક ૨૦૦૪માં L&T કંપનીના શૅર લઈ રાખ્યા હતા અને પછી સંજોગોવશાત્ રોકાણ નહીં કર્યું હોય. બ્લુચિપ કંપનીના શૅર હતા એટલે સ્વાભાવિક રીતે જ સ્ટૉકનું મૂલ્ય તો વધવાનું જ હતું. વારસામાં મળેલા આ ૫૦૦ શૅર પર પ્રિયા શર્માને બોનસ શૅર અને સ્ટૉક વિભાજન સાથે ૪૫૦૦ સ્ટૉક મળ્યા. એટલે કે શૅર ૯ ગણા વધી ગયા. એ જ રીતે શૅરમૂલ્ય પણ વધી ગયું. અત્યારે આ સ્ટૉકની કિંમત નહીં-નહીં તોય ૧.૭૨ કરોડ રૂપિયા થઈ ગઈ છે.