Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રસ્તે માગતા ભિક્ષુકે બૌદ્ધ સાધુને ખિસ્સામાં જેટલા હતા એટલા સિક્કા ભિક્ષામાં દીધા

રસ્તે માગતા ભિક્ષુકે બૌદ્ધ સાધુને ખિસ્સામાં જેટલા હતા એટલા સિક્કા ભિક્ષામાં દીધા

Published : 29 October, 2026 07:00 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસ્તા પર માગતા ભિક્ષુકે બૌદ્ધ સાધુને ખિસ્સામાં જેટલા હતા એટલા સિક્કા ભિક્ષામાં આપી દીધા, સાધુએ સામે આપ્યું બિસ્કિટનું પૅકેટ

સાધુએ આપ્યું બિસ્કિટનું પૅકેટ

સાધુએ આપ્યું બિસ્કિટનું પૅકેટ


જ્યારે કરુણાસભર દિલ કોઈકને મદદ કરે છે ત્યારે માનવતાની સુવાસ મહેસૂસ થાય છે. બોધિ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા રાકેશ નામના એક ભાઈએ આવી સુવાસ વહેંચતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. બિહારના ગયા જિલ્લાના મહાબોધિ મંદિર પાસેની આ ઘટના છે. આ મંદિર પાસેથી કેટલાક બૌદ્ધ ભિક્ષુકો હાથમાં દાનપાત્ર લઈને જઈ રહ્યા હતા ત્યારે પાસે બેઠેલા એક ભિક્ષુકે પેલા બૌદ્ધ સાધુને કંઈક આપવા માટે પોતાનું ખિસ્સું ફંફોસવાનું શરૂ કરી દીધું. એ જોઈને બૌદ્ધ સાધુ તેની પાસે રોકાય છે. ચીંથરેહાલ કપડાં પહેરીને બેઠેલા ભિખારી ખિસ્સામાંથી જેટલા સિક્કા મળ્યા એ તમામ બૌદ્ધ સાધુના દાનપાત્રમાં નાખી દે છે. એ પછી તે પોતાની ટોપી ઉતારીને બેઉ હાથે સાધુના ચરણસ્પર્શ કરે છે અને માથું પણ નમાવે છે. જેવો તે માથું ઊંચું લે છે કે સાધુ પણ તેને સામે બિસ્કિટનું પૅકેટ અને પાણીની બૉટલ આપે છે. ભિક્ષુક પૂરી સહૃયતાથી એ સ્વીકારે છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 07:00 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK