Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અહીં કચરાનાં નાળાંઓમાંથી સોનું શોધવા માટે લોકો આવે છે

અહીં કચરાનાં નાળાંઓમાંથી સોનું શોધવા માટે લોકો આવે છે

Published : 02 November, 2026 02:27 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના આરામાં કચરાનાં નાળાંમાં કાદવ અને ઘરોની ધૂળમાંથી પણ સોનું નીકળે છે. આમ તો લોકો કચરાથી દૂર જ રહેવાનું પસંદ કરે,

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


બિહારના આરામાં કચરાનાં નાળાંમાં કાદવ અને ઘરોની ધૂળમાંથી પણ સોનું નીકળે છે. આમ તો લોકો કચરાથી દૂર જ રહેવાનું પસંદ કરે, પરંતુ આ વિસ્તારમાં સોના-ચાંદીના ધંધાને કારણે રોડ પરની ધૂળમાં અને કચરાના નાળામાં પણ સોનું કે ચાંદી નીકળે છે. આ જ કારણોસર અનેક લોકો આ વિસ્તારમાં કચરો ફંફોસવાનું કામ કરે છે. આરામાં બે બજારો છે જેમાં સોના-ચાંદીનો ધૂમ વેપાર થાય છે. આરાના ગુદરી બજાર અને જગજીવન માર્કેટ પાસે સોનાનાં ઘરેણાં બનાવવાનું અને પૉલિશિંગનું કામ થાય છે. આ કામ દરમ્યાન સોનાના સૂક્ષ્મ કણો ધૂળ અને ગારામાં ફેલાઈ જાય છે. એને કારણે લોકો અહીં કચરો, માટી અને કીચડ ગાળે છે. સ્થાનિકો તો આ કામમાં જોડાય જ છે, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પણ મજૂરો અહીં પોતાનું નસીબ ચમકાવવા આવે છે. આ વિસ્તારની ધૂળ એકઠી કરીને એમાંથી સોનું ગાળવા માટે આપવામાં આવે છે. અલબત્ત, બધાને કંઈ સોનાનો દલ્લો હાથ લાગતો નથી, પરંતુ જ્યારે કિસ્મત ચમકે ત્યારે ખૂબ સારી કિંમત મળી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 02:27 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK