આ વર્ષે આ મેળાને વૈશ્વિક સ્તર પર ઓળખ અપાવવા માટે બિહાર ટૂરિઝમ વિભાગે એક અનોખી પહેલ કરી છે. આ વિભાગે દેશભરના સોશ્યલ મીડિયા ક્રીએટર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વિડિયો-મેકિંગ સ્પર્ધા લૉન્ચ કરી છે.
બિહારમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા ઇન્ફ્લુઅન્સર્સ માટે ખાસ સ્પર્ધા
બિહારમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિ ધરોહર ગણાતો શ્રાવણી મેળો આવી રહ્યો છે. આ વર્ષે આ મેળાને વૈશ્વિક સ્તર પર ઓળખ અપાવવા માટે બિહાર ટૂરિઝમ વિભાગે એક અનોખી પહેલ કરી છે. આ વિભાગે દેશભરના સોશ્યલ મીડિયા ક્રીએટર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વિડિયો-મેકિંગ સ્પર્ધા લૉન્ચ કરી છે. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ કાવડિયા પરંપરા અને શ્રાવણી મેળાને આધ્યામિક છટાથી સોશ્યલ મીડિયાના માધ્યમથી વિશ્વસ્તરે ફેમસ કરવાનો છે. આ સ્પર્ધાનું ટાઇટલ છે – શ્રાવણી મેલા ૨૦૨૬ઃ ઍન ઇન્ફ્લુઅન્સર્સ પર્સ્પેક્ટિવ. આ સ્પર્ધામાં એ લોકો જ ભાગ લઈ શકશે જેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ પર મળીને કુલ ૨૫,૦૦૦થી વધુ ફૉલૉઅર્સ હોય. ૧૮ વર્ષથી મોટી વયનો કોઈ પણ ભારતીય નાગરિક એ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. જે આ સ્પર્ધામાં વિનર બનશે તેને ૩ લાખ રૂપિયાનું ઇનામ મળશે.
