Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દસ બાળકોની સિંગલ મધરને હજી વધુ બાળકો જોઈએ છે

દસ બાળકોની સિંગલ મધરને હજી વધુ બાળકો જોઈએ છે

Published : 13 February, 2026 01:04 PM | IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનના સાઉથહૅમ્પ્ટનમાં રહેતી સોન્યા ઓ લૉગલિન નામની યુવતી ૧૦ બાળકોની સિંગલ મધર છે

સોન્યા ઓ લૉગલિન તેનાં બાળકો સાથે

અજબ ગજબ

સોન્યા ઓ લૉગલિન તેનાં બાળકો સાથે


બ્રિટનના સાઉથહૅમ્પ્ટનમાં રહેતી સોન્યા ઓ લૉગલિન નામની યુવતી ૧૦ બાળકોની સિંગલ મધર છે. ૧૦ બાળકોનો ઉછેર કરવા માટે થઈને તે કામકાજ નથી કરી શકતી. એને કારણે કાઉન્સિલ દ્વારા આપેલા ૪ બેડરૂમના ઘરમાં રહે છે. દસેય બાળકોને સવારે તૈયાર કરીને જુદી-જુદી સ્કૂલમાં મોકલવા એ એક ટાસ્ક છે. એમાં તે એકલી હોવાથી થાકી જાય છે, પરંતુ એ પછી પણ તેને સંતાનો સાથે જીવવામાં મજા આવે છે. બાળકો માટે ટિફિન બનાવવા માટે સવારે છ વાગ્યાથી તે કામે લાગી જાય છે. ઘરમાં બાળકોએ તોફાન કરીને બધું વેરણછેરણ કરી દીધું હોય એને ઠીક કરવામાં પણ સમય જાય છે. દરેક બાળકની અલગ સમસ્યા હોય છે. એને સુલઝાવતાં માંડ સાંજ પડે છે. તેને ૬ દીકરીઓ અને ૪ દીકરાઓ છે. સોન્યાનું કહેવું છે મોટાં બાળકો જાતે તૈયાર થઈ જાય છે, પણ નાનાં બાળકોને તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે. તે હેલ્પર રાખી શકે એમ નથી કેમ કે સરકાર દ્વારા મળતી સહાયમાંથી જ તેણે ઘર ચલાવવાનું છે. ગરીબીમાં જીવવા છતાં તેને હજીયે નવું બાળક પેદા કરવાની ઇચ્છા છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 01:04 PM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK