પોલીસની થિયરી મુજબ ૧૯૯૦ના દાયકામાં ખાડી યુદ્ધ દરમ્યાન ઇરાકી સૈનિકોએ કુવૈતના કેટલાક વિસ્તારોમાં લૂંટ ચલાવી હતી એ વખતે સોનાની ઈંટો ચોરી લીધી હશે. લૂંટારાઓએ ફ્યુઅલ ટૅન્કમાં કાણું પાડીને એમાં સોનાની ઈંટો નાખી દીધી હશે જેથી કોઈને શંકા ન જાય.
ભંગાર સમજીને આર્મીની ટૅન્ક ખરીદેલી, એમાંથી નીકળ્યું ૨૫ કિલો સોનું
બ્રિટનમાં નિક મીડ નામના માણસે જસ્ટ શોખ ખાતર જ એક જૂની રશિયન ટૅન્ક ખરીદી હતી. આ ટૅન્ક સંપૂર્ણપણે બંધ હતી. આ ટૅન્ક ૨૦૧૭માં નિકે ૩૪ લાખ રૂપિયામાં ખરીદી હતી. તેને હતું કે આ ટૅન્કને રિનોવેટ કરાવીને તેના અનોખા કલેક્શનમાં સામેલ કરશે. જોકે એ વખતે રિનોવેશનના પૈસા નહોતા. થોડા સમય પછી તેની પાસે પૈસા એકઠા થયા એટલે તેણે રિનોવેશનનું કામ શરૂ કર્યું. એના રિપેરિંગ દરમ્યાન ટૅન્કના કેટલાક ભાગો ખોલ્યા તો એમાંથી પાંચ-પાંચ કિલો વજનની પાંચ ઈંટો નીકળી. આ ઈંટો સોનાની હતી. આટલી મોટી માત્રામાં સોનું જોઈને નિકે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે એ સોનું પોતાના કબજામાં લઈને તેને એક રસીદ થમાવી દીધી હતી. પોલીસની થિયરી મુજબ ૧૯૯૦ના દાયકામાં ખાડી યુદ્ધ દરમ્યાન ઇરાકી સૈનિકોએ કુવૈતના કેટલાક વિસ્તારોમાં લૂંટ ચલાવી હતી એ વખતે સોનાની ઈંટો ચોરી લીધી હશે. લૂંટારાઓએ ફ્યુઅલ ટૅન્કમાં કાણું પાડીને એમાં સોનાની ઈંટો નાખી દીધી હશે જેથી કોઈને શંકા ન જાય. જોકે સોનું છુપાવ્યા પછી કાં તો સૈનિકો માર્યા ગયા હશે કાં પછી ટૅન્ક ગુમ થઈ ગઈ હશે જેને કારણે સોનું અંદર જ રહી ગયું.


