ટક્કરને કારણે માણસ ઊછળ્યો અને જમીન પર બેસી પડ્યો
સીસીટીવીમાં કેદ થઈ ઘટના
તામિલનાડુના થુટ્ટુકુડી જિલ્લામાં પૂરપાટ વેગે જતી એક કારે ચાની દુકાનની બહાર ઊભેલી બાઇકને જબરદસ્ત ટક્કર મારી દીધી. એ ટક્કરને કારણે બાઇક એ કાર સાથે ઢસડાઈને ક્યાંય સુધી ખેંચાઈ ગઈ, પરંતુ બાઇકને અઢેલીને ઊભો રહેલો યુવાન બાઇકનો સહારો જતો રહેવાથી જમીન પર બેસી પડ્યો. ટક્કરને કારણે માણસ ઊછળ્યો અને જમીન પર બેસી પડ્યો. તેને એક ઘસરકો સુધ્ધાં ન પડ્યો. આ ઘટના એક મંદિર પાસે આવેલી ચાની હાટડી પાસે બની હતી અને નજીકના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.
