વિડિયો શૅર કરીને લખે છે, ‘વાળમાંથી બનેલી દેવી સરસ્વતી સૌના જીવનમાં જ્ઞાન અને પ્રકાશ ફેલાવે.’
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પશ્ચિમ બંગાળના હાવડામાં સુસંતા દાસ નામના એક હેરસ્ટાઇલિસ્ટ તેમની સ્ટુડન્ટ્સને અવનવી હેરસ્ટાઇલ્સ શીખવતા હોય છે. જોકે વસંતપંચમી એટલે કે સરસ્વતીદેવીના જન્મના અવસરને તેમણે કંઈક હટકે રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું. તેમણે વાળની ગોઠવણી એવી રીતે કરી હતી જાણે માથા પર વીણા લઈને બિરાજેલાં સરસ્વતીદેવી લાગે. સુસંતા દાસ સોશ્યલ મીડિયા પર આ વિડિયો શૅર કરીને લખે છે, ‘વાળમાંથી બનેલી દેવી સરસ્વતી સૌના જીવનમાં જ્ઞાન અને પ્રકાશ ફેલાવે.’


