Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > સિલ્કી સિપ્સ : જે છે જેલી, ફ્રૂટ્સ અને મિલ્ક શેકનું યુનિક કૉમ્બિનેશન

સિલ્કી સિપ્સ : જે છે જેલી, ફ્રૂટ્સ અને મિલ્ક શેકનું યુનિક કૉમ્બિનેશન

Published : 09 May, 2026 12:16 PM | IST | Mumbai
Darshini Vashi

બોરીવલીમાં શરૂ થયેલી પ્લુમી ડિઝર્ટમાં બીજી પણ અનેક યુનિક ડિઝર્ટ આઇટમ્સ મળે છે

રૂ. 250 મૅન્ગો મેલો સિલ્કી સિપ્સ અને રૂ. 199 વીગન પિના ટ્‍વિલ

રૂ. 250 મૅન્ગો મેલો સિલ્કી સિપ્સ અને રૂ. 199 વીગન પિના ટ્‍વિલ


બોરીવલીમાં રહેતાં શ્રુતિ શાહે તાજેતરમાં બોરીવલીમાં શિમ્પોલી ખાતે પ્લુમી ડિઝર્ટ નામની ડિઝર્ટની એક શૉપ શરૂ કરી છે. આમ તો અહીં ડિઝર્ટની વરાઇટી લિમિટેડ છે, પરંતુ જે મળે છે એ તમામ યુનિક અને હેલ્ધી છે. આ વિશે માહિતી આપતાં શ્રુતિ શાહ કહે છે, ‘અમે જાન્યુઆરી ૨૦૨૬માં ક્લાઉડ કિચન તરીકે શરૂઆત કરી હતી. અમે અમારી પ્રોડક્ટ્સને સ્કૂલ, કૉલેજ અને કૉર્પોરેટ્સના ફેસ્ટિવલમાં મૂકી હતી. ત્યાં અમને જે પ્રોત્સાહન મળ્યું એનાથી પ્રેરિત થઈને અમે ડિઝર્ટની શૉપ શરૂ કરી હતી. અહીં બધું ફ્રેશ જ બનાવવામાં આવે છે, કોઈ ઍડેડ કલર નથી કે નથી કોઈ પ્રિઝર્વેટિવ વાપરવામાં આવતું. હું અમેરિકામાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરીને આવી છું. મારે અહીં આવીને મારું કંઈક શરૂ કરવું હતું. મને પહેલાંથી ફૂડ-ક્ષેત્રે, ખાસ કરીને ડિઝર્ટની અંદર કંઈક નવું કરવાની ઇચ્છા હતી જે બધાં કરતાં અલગ હોય અને હેલ્ધી પણ હોય. ઘણા રિસર્ચ અને ટ્રાયલ-એરર બાદ મેં સિલ્કી સિપ ડ્રિન્ક તૈયાર કર્યું. એમાં નીચે મિલ્ક જેલીનું એક સ્તર, ઉપર ફ્રૂટ્સના ટુકડા અને પછી ફ્રૂટ્સનો મિલ્ક શેક એમ કરીને મેં એક ડ્રિન્ક તૈયાર કર્યું. ધીરે-ધીરે મારી આ આઇટમને સારીએવી પ્રસિદ્ધિ મળતાં મેં ડિઝર્ટ શૉપ જ શરૂ કરી દીધી છે. સિલ્કી સિપ્સની અંદર જે જેલી વાપરીએ છીએ એ બોબા જેવી હોય છે. જોકે એ એના જેવી ચવડ નથી હોતી પરંતુ સૉફ્ટ હોય છે. સિલ્કી સિપ્સની દરેક વરાઇટીમાં નીચે જેલી એકસમાન હોય છે, પરંતુ ટૉપિંગ અને મિલ્ક શેક અલગ-અલગ હોય છે. સિલ્કી સિપ્સની અંદર બીજી પણ અનેક વરાઇટી અમારી પાસે છે. જેમને મિલ્કમાં રસ ન હોય તેમના માટે ફ્રૂટ પંચ જેવું કૂલર પણ છે જેમાં ચાર-પાંચ જાતનાં ફ્રૂટ્સ ઉમેરવામાં આવે છે.’ આ ઉપરાંત જેમને વીગન જોઈતું હોય તેમના માટે અહીં વીગન શેક પણ છે. એમાં સોયા, બદામ અને ઓટના મિલ્કનો ઉપયોગ કરવામાં આવે છે. શેક્સ અને જૂસ ઉપરાંત અહીં સીક્રેટ રેસિપીઝ ધરાવતી કુકીઝને આઇસક્રીમ સાથે સર્વ કરવામાં આવે છે. અહીં વૉફલ્સ પણ મળે છે.

ક્યાં મળશે? : પ્લુમી ડિઝર્ટ,ઓમ શિવમ, શિમ્પોલી રોડ, બોરીવલી-વેસ્ટ



 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 12:16 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK