એણે માણસને પાડી દેવાના પ્રયત્નો કર્યા, પણ પેલા માણસે ખૂબ પ્રેમથી હાથ ફેરવીને સાંઢને ઠંડો પાડ્યો હતો અને પછી તો તેની સાંઢની સવારી નીકળી પડી હતી.
સાંઢ કી સવારી
મધ્ય પ્રદેશના છત્તરપુરમાં એક માણસ ભરચક રસ્તાની વચ્ચે અણિયાળાં શિંગડાં ધરાવતા એક સાંઢ પર બેસીને જતો જોવા મળે છે. જંગલી સાંઢ પર બેસીને રોડ પર નીકળેલા આ માણસને જોવા લોકો ટોળે વળી ગયા હતા. જોકે સાંઢથી ડરીને છેટે જ રહ્યા હતા. લોકોએ મોબાઇલમાં એનો વિડિયો લેવાનો શરૂ કર્યો હતો. કોઈકે આ વિડિયો સાથે લખ્યું હતું કે સાંઢ પર બેસનારો માણસ માનસિક રીતે અસ્થિર છે. જોકે જેણે આ ઘટના જોઈ હતી તેમનું કહેવું હતું કે સાંઢ પહેલાં આ માણસને પીઠ પર બેસવા દેવા તૈયાર નહોતો. એણે માણસને પાડી દેવાના પ્રયત્નો કર્યા, પણ પેલા માણસે ખૂબ પ્રેમથી હાથ ફેરવીને સાંઢને ઠંડો પાડ્યો હતો અને પછી તો તેની સાંઢની સવારી નીકળી પડી હતી.

