રાયપુરમાં ૨૪ કલાક કાર્યરત અન્નપૂર્તિ ગ્રેઇન ATM શરૂ થયું છે. રાશન કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશનથી લાભાર્થીઓ પોતાના ક્વોટા મુજબ ચોખા અને અન્ય અનાજ મેળવી શકશે.
છત્તીસગઢના રાયપુરમાં રાશનનું ATM શરૂ થયું
છત્તીસગઢના રાયપુરમાં ચોવીસ કલાક અને સાતેય દિવસ કાર્યરત રહે એવું અન્નપૂર્તિ ગ્રેઇન ATM શરૂ કરવામાં આવ્યું છે. રાયપુરમાં રાશન માટે એલિબિજિલ લોકોને કાર્ડ આપવામાં આવ્યાં છે. જેમની પાસે આ કાર્ડ છે તેઓ દર મહિને તેમના ક્વોટા મુજબના ચોખા અને અન્ય રાશન આ ઑટોમેટેડ સિસ્ટમમાંથી લઈ શકે છે. આ કાર્ડની સાથે કાર્ડધારકોએ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન પણ કરાવવાનું રહે છે. આ ઑટોમેટેડ મશીનને કારણે રાશનની દુકાનના ફિક્સ્ડ ટાઇમિંગ મુજબ લાઇન લગાવવાની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળી ગઈ છે. દરેક મશીનમાં લગભગ ૨૫૦૦ ગ્રામ ચોખા સ્ટોર કરવાની ક્ષમતા છે. રાશન કાર્ડ અને ફિન્ગરપ્રિન્ટના વેરિફિકેશનથી જે-તે વ્યક્તિના ક્વોટા મુજબનું અનાજ બહાર નીકળે છે.
