ઑનલાઇન શૉપિંગનું ઍડિક્શન એટલું વધી રહ્યું છે કે લોકો જાણવા છતાં પોતાની મેળે કન્ટ્રોલ નથી કરી શકતા. આ જ કારણે ઍપ લૉન્ચ થઈ એના ૯ જ કલાકમાં ૧૦,૦૦૦ યુઝર્સ જોડાઈ ગયા હતા. હાલમાં આ ઍપના ૩.૭ લાખ યુઝર્સ થઈ ગયા છે.
ચીનમાં વાઇરલ થઈ અનોખી ઍપ
ઑનલાઇન શૉપિંગ કરતી વખતે જો તમારાથી પણ ખર્ચ પર કન્ટ્રોલ ન રહેતો હોય તો તમે એકલા નથી. વિશ્વભરના લોકો આ સમસ્યાથી પરેશાન છે. જોકે ચીનમાં એક અનોખી ઍપ બની છે. એ ઍપ તમને વગરવિચાર્યે શૉપિંગ થઈ જતું હોય તો મદદ કરે છે. આ ઍપ પરથી કોઈ પણ સામાન ખરીદવો હોય તો તમે એમ જ સીધા ઑર્ડર નથી કરી શકતા. તમારે પહેલાં અજાણ્યા લોકોને પૂછવું પડશે કે મારે આ ચીજ ખરીદવી કે નહીં?
‘વૉલેટ પ્લીઝ વેઇટ’ નામની આ ઍપ પર તમારે સામાન ખરીદતાં પહેલાં એની અંદાજિત કિંમત કહેવી પડે છે. એ પછી તમે શા માટે એ ખરીદવા માગો છો એનું કારણ આપવું પડે છે અને સાથે જ એનો કોઈ સસ્તો વિકલ્પ છે કે નહીં એ પણ જણાવવું પડે છે. એ પછી તમારે સામાન પસંદ કરીને પરિવારજનો અથવા તો કેટલાક અજાણ્યા લોકો પાસેથી વોટ લેવાના રહે છે. બીજા લોકોને પણ તમે તમારો વોટ અને મંતવ્ય આપી શકો છો.
ADVERTISEMENT
ઑનલાઇન શૉપિંગનું ઍડિક્શન એટલું વધી રહ્યું છે કે લોકો જાણવા છતાં પોતાની મેળે કન્ટ્રોલ નથી કરી શકતા. આ જ કારણે ઍપ લૉન્ચ થઈ એના ૯ જ કલાકમાં ૧૦,૦૦૦ યુઝર્સ જોડાઈ ગયા હતા. હાલમાં આ ઍપના ૩.૭ લાખ યુઝર્સ થઈ ગયા છે. શાંઘાઈની એક પ્રોડક્ટ-મૅનેજરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી માત્ર ૮ દિવસમાં આ ઍપ બનાવી છે.
