ચીનની ઑટોમોટિવ ટેક્નૉલૉજી કંપનીએ એના લાંબા સમયગાળાથી કામ કરતા વિશ્વાસપાત્ર કર્મચારીઓને લૉન્ગ ટર્મ લૉયલ્ટીના ઇનામમાં એવી ચીજ આપી છે જેને કોઈ કર્મચારી ના પાડી જ ન શકે.
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગની કંપનીઓ બોનસ, ફ્લેક્સિબલ વર્ક પૉલિસી અને ઇન્સેન્ટિવ્સ આપીને પ્રતિભાશાળી કર્મચારીઓને જાળવી રાખવાની કોશિશ કરે છે. જોકે ચીનની ઑટોમોટિવ ટેક્નૉલૉજી કંપનીએ એના લાંબા સમયગાળાથી કામ કરતા વિશ્વાસપાત્ર કર્મચારીઓને લૉન્ગ ટર્મ લૉયલ્ટીના ઇનામમાં એવી ચીજ આપી છે જેને કોઈ કર્મચારી ના પાડી જ ન શકે. કંપનીએ જાહેરાત કરી હતી કે તેમની સાથે ત્રણ વર્ષથી વધુ સમયથી કામ કરતા ૧૮ કર્મચારીઓને રેસિડેન્શિયલ ફ્લૅટ્સ આપશે. આ ઘરની કિંમત ૧.૩ કરોડથી ૧.૫ કરોડ રૂપિયા વચ્ચે છે. તાજેતરનાં વર્ષોમાં કોઈ કંપનીએ કર્મચારીઓને ફાયદો કરાવે એવી પહેલ કરી હોય એવું જોવા નથી મળ્યું. ફ્લૅટ તેમની કંપનીની ઑફિસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં જ છે જેથી તેમને આવવા-જવા માટે કમ્યુટિંગમાં વધુ સમય ન આપવો પડે.


