ચીનના જેન-ઝી કર્મચારીઓ ફૉર્મલ કપડાંને બદલે રાજાનો લાંબો અને કાળો ટ્રેડિશનલ કોટ પહેરીને ઑફિસ જઈ રહ્યા છે. આ કોટ મિંગ રાજવંશના એક રાજાનો કૉસ્ચ્યુમ છે. આ રાજા એટલો આળસુ હતો કે તે ૨૦ વર્ષ સુધી દરબારમાં આવ્યો નહોતો અને કોઈ કામ કર્યું નહોતું.
ઓવરટાઇમ વર્કનો વિરોધ
ચીનના યુવાનો ઑફિસમાં વધુ કામ ન કરવું પડે એ માટે અનોખી રીતે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. ચીનના જેન-ઝી કર્મચારીઓ ફૉર્મલ કપડાંને બદલે રાજાનો લાંબો અને કાળો ટ્રેડિશનલ કોટ પહેરીને ઑફિસ જઈ રહ્યા છે. આ કોટ મિંગ રાજવંશના એક રાજાનો કૉસ્ચ્યુમ છે. આ રાજા એટલો આળસુ હતો કે તે ૨૦ વર્ષ સુધી દરબારમાં આવ્યો નહોતો અને કોઈ કામ કર્યું નહોતું. ૧૬મી સદીમાં થઈ ગયેલા આ શાસકને તાઓ ધર્મમાં દિલચસ્પી હતી અને તે લાંબી ઉંમર માટે જાતજાતના નુસખાઓ કરતો રહેતો હતો. તે મંત્રીઓને મળવાને બદલે દીવાલની પાછળથી જ તેમની વાત સાંભળી લેતો અને ઘંટડીઓ રણકાવીને જ હા કે નામાં જવાબ આપતો. તાજેતરમાં આ રાજા પર ચીનમાં એક ટીવી-શો બહુ પૉપ્યુલર થયો છે. એ શોમાં રાજા કાળા રંગના ડગલા પર પીળા રંગથી કંઈક લખ્યું હોય એવો કૉસ્ચ્યુમ પહેરે છે. યુવાનોએ ઑફિસમાં તેમની પાસેથી વધુ કામ કરાવવા આવે છે અથવા તો વધુ કલાકોની ડ્યુટી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે એનો વિરોધ કરવા માટે આવો ડગલો પહેરીને ઑફિસમાં જવાનું શરૂ કર્યું છે. ઑફિસમાં આવા ડગલા સાથેનો ફોટો શૅર કરીને એક કર્મચારીએ તો લખ્યું હતું, ‘જો સૅલરી ૫૮,૦૦૦ છે તો એટલામાં ૫.૯ લાખનું કામ થાય એવી આશા કેમ રાખવામાં આવે છે?’
