Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મોંઘીદાટ પૉર્શે પર ચોંટાડ્યા ગુમ થયેલાં ૯૦ બાળકોના ફોટોગ્રાફ્સ, એક બાળક પોતાના પરિવારને પાછો મળ્યો

મોંઘીદાટ પૉર્શે પર ચોંટાડ્યા ગુમ થયેલાં ૯૦ બાળકોના ફોટોગ્રાફ્સ, એક બાળક પોતાના પરિવારને પાછો મળ્યો

Published : 16 September, 2026 12:00 PM | IST | Kunming
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવકે પોતાની કાર પર ૯૦ જેટલાં ગુમ થયેલાં માસૂમ બાળકોનાં પોસ્ટર્સ લગાવી દીધાં અને એને એક ‘ચાલતી-ફરતી ખોવાયેલાં બાળકોની શોધ’ ઝુંબેશ બનાવી દીધી

પૉર્શે-૭૧૮ સ્પોર્ટ્‍સકાર પર ખોવાયેલાં ૯૦ બાળકોની વિગતો અને ફોટો ધરાવતાં ફ્લાયર્સ ચોંટાડ્યાં છે

અજબ ગજબ

પૉર્શે-૭૧૮ સ્પોર્ટ્‍સકાર પર ખોવાયેલાં ૯૦ બાળકોની વિગતો અને ફોટો ધરાવતાં ફ્લાયર્સ ચોંટાડ્યાં છે


મોંઘીદાટ લક્ઝરી સ્પોર્ટ્‍સકાર સામાન્ય રીતે પોતાની ઝડપ, કિંમત અને શોઑફ માટે જાણીતી હોય છે. જોકે ચીનમાં એક યુવકે પોતાની કરોડો રૂપિયાની પૉર્શે કારનો એવો અનોખો ઉપયોગ કર્યો છે કે આખું વિશ્વ તેને સલામ કરી રહ્યું છે. યુવકે પોતાની કાર પર ૯૦ જેટલાં ગુમ થયેલાં માસૂમ બાળકોનાં પોસ્ટર્સ લગાવી દીધાં અને એને એક ‘ચાલતી-ફરતી ખોવાયેલાં બાળકોની શોધ’ ઝુંબેશ બનાવી દીધી.

ચીનના કુનમિંગ શહેરમાં રહેતા ડુ લિન નામના આ ભાઈએ પોતાની પૉર્શે-૭૧૮ સ્પોર્ટ્‍સકાર પર ખોવાયેલાં ૯૦ બાળકોની વિગતો અને ફોટો ધરાવતાં ફ્લાયર્સ ચોંટાડ્યાં છે. કાર પર લાગેલાં પોસ્ટર્સને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું અને એમાંથી ગુમ થયેલું એક બાળક ઓળખાઈ જતાં તે હેમખેમ પોતાના પરિવાર પાસે પહોંચી ગયું છે.



આ તમામ વિગતો ‘બેબી કમ હોમ’ નામની જાણીતી ચૅરિટી સંસ્થા પાસેથી મેળવવામાં આવી હતી, જે ગુમ થયેલાં બાળકોને શોધવામાં મદદ કરે છે. કાર પર આ પોસ્ટર્સનું ડિઝાઇનિંગ ડુ લિને પોતે તૈયાર કર્યું હતું.


કેટલાક લોકોએ જ્યારે તેના પર લાઇમલાઇટ મેળવવાનો આરોપ લગાવ્યો ત્યારે ડુ લિને અત્યંત માર્મિક જવાબ આપતાં જણાવ્યું હતું કે જેટલા વધુ લોકોનું ધ્યાન આ કાર તરફ જશે, કોઈ ખોવાયેલા બાળકને લોકો ઓળખી કાઢે એવી શક્યતા એટલી જ વધી જશે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 12:00 PM IST | Kunming | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK