બ્રિટનના સૌથી મોટા ઑક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા તાજેતરમાં સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં દુર્લભ અને જવલ્લે જ જોવા મળે એવા હીરાઓના દાગીના અને હીરાઓ વેચાવા નીકળ્યા છે.
૯.૫૧ કૅરૅટનો આ દુર્લભ હીરો વેચાવા નીકળ્યો છે ૨૬૬ કરોડથી વધુની કિંમતે
બ્રિટનના સૌથી મોટા ઑક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા તાજેતરમાં સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં દુર્લભ અને જવલ્લે જ જોવા મળે એવા હીરાઓના દાગીના અને હીરાઓ વેચાવા નીકળ્યા છે. વિવિડ બ્લુ રંગના ડાયમન્ડની એક જ્વેલરીનો એક પીસ ૯.૫૧ કૅરૅટનો છે જેની બેઝ-પ્રાઇસ ૩૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૬૬ કરોડ રૂપિયા અંકાઈ છે. ગઈ કાલથી ઑક્શન શરૂ થયું છે જેમાં ૩૦૦થી વધુ વિવિધ અલભ્ય રંગના અને શેપના ડાયમન્ડ્સ વેચાવા નીકળ્યા છે. બ્લુ, ગ્રીન, યલો, ઑરેન્જ, પિન્ક કે ગ્રે રંગના હીરા એમાં છે.


