Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૉન્ગકૉન્ગની રેસ્ટોરાંમાં આ કોબ્રા-ક્વીન પીરસે છે કિંગ કોબ્રાની વાનગીઓ

હૉન્ગકૉન્ગની રેસ્ટોરાંમાં આ કોબ્રા-ક્વીન પીરસે છે કિંગ કોબ્રાની વાનગીઓ

Published : 24 February, 2026 02:37 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં સાપનાં અંગોમાંથી બનેલાં હેલ્થ-ડ્રિન્ક્સ પણ મળે છે. હૉન્ગકૉન્ગમાં સાપની વાનગીઓને એક્ઝૉટિક ફૂડ-કલ્ચર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે. જોકે અનેક લોકો એને ખતરનાક અને અમાનવીય ગણાવે છે.

હૉન્ગકૉન્ગની રેસ્ટોરાં

અજબગજબ

હૉન્ગકૉન્ગની રેસ્ટોરાં


ચિકન-મટન અને જીવડાંઓ રાંધીને પીરસતી રેસ્ટોરાંઓ ચીનમાં ઘણી છે, પરંતુ ઘણા સમયથી ચાલતી એક અજીબ રેસ્ટોરાં આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એક ટ્રાવેલ-વ્લૉગરે બનાવેલી રીલે લોકોમાં કુતૂહલ જગાવ્યું છે. આ રેસ્ટોરાંના મેનુમાં જાતજાતના સાપોની વાનગી છે અને એમાં કિંગ કોબ્રાનો પણ સમાવેશ થાય છે. આ રેસ્ટોરાં એક મહિલા ચલાવે છે જેને સ્થાનિકો કોબ્રા-ક્વીન કહે છે. બહારથી સાવ જ સાધારણ ઢાબા જેવી દેખાતી આ રેસ્ટોરાંમાં લાકડાની પેટીઓમાં સાપ સંઘરી રાખવામાં આવે છે. આ સાપ જીવતા જ હોય છે. ગ્રાહક એ લાકડાની પેટીઓમાંથી પોતાને જે ખાવો હોય એ સાપ પસંદ કરીને લઈ શકે છે. એ પછી સાપને તળીને ક્રિસ્પી ચિપ્સની જેમ અથવા તો ઉકાળીને સૂપ કે શાકની જેમ પીરસવામાં આવે છે. તમે જેવો સાપ પસંદ કરો એ મુજબ ડિશની કિંમત નક્કી થાય છે. કિંગ કોબ્રામાંથી બનાવેલી વાનગીની એક ડિશની કિંમત ૧૮૦ ડૉલર એટલે કે લગભગ ૧૬,૫૦૦ રૂપિયા છે. અહીં સાપનાં અંગોમાંથી બનેલાં હેલ્થ-ડ્રિન્ક્સ પણ મળે છે. હૉન્ગકૉન્ગમાં સાપની વાનગીઓને એક્ઝૉટિક ફૂડ-કલ્ચર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે. જોકે અનેક લોકો એને ખતરનાક અને અમાનવીય ગણાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 02:37 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK