૨૦ વર્ષ પહેલાં છૂટી પાડવામાં આવેલી બન્ને બહેનો દિલથી એકમેકની ઘણી નજીક છે
					 
					
એમન અને સાંચિયા મોવાટ
બ્રિટનની જોડિયા બહેનો એમન અને સાંચિયા મોવાટ ૨૦૦૧માં જન્મી ત્યારે તેઓ કરોડરજ્જુથી જોડાયેલી હતી. માત્ર ત્રણ મહિનાની વયે બર્મિંગહૅમ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં ઑપરેશન કરીને બન્નેને છૂટી પાડવામાં આવી હતી. લગભગ ૧૬ કલાક ચાલેલી એ પ્રકારની શસ્ત્રક્રિયા બ્રિટનમાં પહેલી વાર અને વિશ્વમાં માત્ર બીજી વખત કરવામાં આવી હતી.
જોકે ૨૦ વર્ષ પહેલાં છૂટી પાડવામાં આવેલી બન્ને બહેનો દિલથી એકમેકની ઘણી નજીક છે. એમાન મોવાટ કહે છે કે ઘણી વાર અમે હજી પણ જોડાયેલી હોઈએ એવી રીતે પાછળથી એકમેકને અડીને સૂઈ જઈએ છીએ. બન્ને બહેનોની આદતોમાં ઘણું સામ્ય છે. છૂટી પડીને અલગ અને સ્વતંત્ર જીવન જીવતી આ બન્ને બહેનો તેમની જિંદગીથી ખુશ છે અને એકબીજાને મુશ્કેલીમાં સાથ આપવા ખડેપગે તૈયાર હોય છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	