Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બંજી જમ્પિંગ દરમ્યાન ક્રૂ-મેમ્બર્સ દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, યુવતી ૧૩૦ ફુટ ઊંચેથી પટકાઈને મૃત્યુ પામી

બંજી જમ્પિંગ દરમ્યાન ક્રૂ-મેમ્બર્સ દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, યુવતી ૧૩૦ ફુટ ઊંચેથી પટકાઈને મૃત્યુ પામી

Published : 15 June, 2026 12:25 PM | IST | Brazil
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંજી જમ્પિંગ દરમ્યાન ક્રૂ-મેમ્બર્સ દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, ૨૧ વર્ષની યુવતી છેક ૧૩૦ ફુટ ઊંચેથી પટકાઈને મૃત્યુ પામી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ઍડ્વેન્ચર સ્પોર્ટ્સના શોખીનો માટે લાલ બત્તી સમાન એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બ્રાઝિલમાં સામે આવી છે. સાઓ પાઉલો સ્ટેટમાં આવેલા પ્રખ્યાત સ્કેલેટન બ્રિજ પર બંજી જમ્પિંગ દરમ્યાન આયોજકોની ગંભીર બેદરકારીને કારણે ૨૧ વર્ષની એક યુવતીનું ૧૩૦ ફુટની ઊંચાઈ પરથી નીચે પટકાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે સુરક્ષા માટેનો સેફ્ટી કોર્ડ બાંધ્યા વિના જ ક્રૂ મેમ્બર્સે યુવતીને બ્રિજ પરથી નીચે ફેંકી દીધી હતી. મૃત્યુ પામનાર યુવતીની ઓળખ ૨૧ વર્ષની મારિયા એડ્યુઆર્ડા રૉડ્રિગ્સ ડી ફ્રીટાસ તરીકે થઈ છે. તે એક ખાનગી કંપની દ્વારા આયોજિત બંજી જમ્પિંગ ઍક્ટિવિટીમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી હતી. વિડિયો ફુટેજમાં જોઈ શકાય છે કે કંપનીના સ્ટાફ-મેમ્બર્સ મારિયાને બ્રિજના એજ સુધી લઈ જાય છે અને ત્યાર બાદ તેને નીચે કૂદવા માટે છોડી દે છે. સ્ટાફને એ વાતનો અંદાજ જ નહોતો કે યુવતીના શરીર સાથે અત્યંત જરૂરી એવું સુરક્ષા-દોરડું જોડવામાં જ આવ્યું નથી. એને કારણે મારિયા સીધી જમીન પર પટકાઈ હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.

આ ગંભીર બેદરકારીના મામલાને બ્રાઝિલ સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે. સ્થાનિક પોલીસ પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરીને આ ઇવેન્ટનું આયોજન કરનારી ખાનગી કંપનીના ૬ કર્મચારીઓની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 12:25 PM IST | Brazil | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK