Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફૂડ-આઇટમ્સને સીલ કરવા, પૅક કરવા કે ડેકોરેશન માટે સ્ટેપ્લર, પિન કે મેટલ વાયરનો વપરાશ નહીં કરી શકાય

ફૂડ-આઇટમ્સને સીલ કરવા, પૅક કરવા કે ડેકોરેશન માટે સ્ટેપ્લર, પિન કે મેટલ વાયરનો વપરાશ નહીં કરી શકાય

Published : 15 June, 2026 07:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેમાં ત્રણ વર્ષનું બાળક કેક ટૉપર્સમાં મુકાયેલા મેટલના વાયર ગળી ગયું હતું એ કેસને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેમાં રહેતો ૩ વર્ષનો રેયાંશ તેની બર્થ-ડે કેકના ડેકોરેશન માટે કેક પર લગાવવામાં આવેલા ટૉપર્સમાં મુકાયેલા મેટલના બે ઝીણા વાયર અજાણતાં જ ગળી ગયો હતો. સ્કૅનિંગમાં જાણવા મળ્યું હતું કે મેટલના આ ટુકડા બાળકનાં આંતરડાં સુધી પહોંચી ગયા હતા. લગભગ ૪૮ કલાક સુધી ડૉક્ટરોએ વાયરની હિલચાલ પર સતત નજર રાખી હતી, કારણ કે એનાથી આંતરિક ઈજા થવાનો અથવા તાત્કાલિક સર્જરી કરવી પડે એવો મોટો ખતરો હતો. સદ્નસીબે, આ વાયર કુદરતી રીતે બહાર નીકળી જતાં બાળક ઑપરેશનમાંથી બચી ગયું હતું.

આ ગંભીર અને આંખ ઉઘાડનારી ઘટનાનાં બે અઠવાડિયાંની અંદર જ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ એક મહત્ત્વનો નિર્ણય લઈને ખાદ્ય પદાર્થો અને એના પૅકેજિંગમાં મેટાલિક પિન, વાયર અને એવા અન્ય જોખમી પદાર્થોના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. FSSAIએ આ પાછળ અકસ્માતે આવી વસ્તુઓ પેટમાં જવાની અને એનાથી થતી ગંભીર ઈજાઓનું કારણ આપ્યું છે.



FSSAI દ્વારા ૧૨ જૂને એક ઍડ્વાઇઝરી જાહેર કરીને કેક અને અન્ય ફૂડ-પૅકેટોમાં મેટલ પિન અને વાયર મળી આવવાના અહેવાલો બાદ આ નિર્ણય લેવાયો છે. આ આદેશ હેઠળ બેકરી પ્રોડક્ટ્સ, મીઠાઈનાં બૉક્સ, નમકીનનાં પૅકેટ્સ, ટેક-અવે ફૂડ પાર્સલ અને અન્ય પૅકેજ્ડ ફૂડ-આઇટમ્સને સીલ કરવા કે પૅક કરવા માટે સ્ટેપ્લર પિન કે વાયર વાપરવા પર સદંતર રોક લગાવી દેવામાં આવી છે. તમામ ફૂડ-બિઝનેસ ઑપરેટરોને આ વસ્તુઓનો ઉપયોગ તાત્કાલિક બંધ કરીને પૅકેજિંગ માટે સુરક્ષિત વિકલ્પો અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઍક્ટ ૨૦૦૬ હેઠળ કડક દંડાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK