આ વિડિયો જોઈને ઇન્ટરનેટ પર બધાએ તેના પર માછલાં ધોયાં છે કે મમ્મીએ પોતાના બાળકને જીવના જોખમમાં મૂક્યો છે, અમુક લોકો પેરન્ટ્સ બનવાને લાયક નથી હોતા. કોઈકે લખ્યું કે મૂર્ખતાની આ હદ છે. કોઈકે લખ્યું પોલીસ બાળકનું ધ્યાન રાખો.
દિલ્હી:મમ્મીએ દીકરાને બેસાડ્યો અગાસીના કઠેડાની કિનારી પર અને વિડિયો શૂટ કર્યો
દિલ્હીમાં રહેતી યંગ મધર વર્ષા યદુવંશી તન્વરે પોતાના નાનકડા દીકરાને અગાસીના કઠેડા પર બેસાડીને એક હાથે દીકરાને કમર પાસેથી પકડી બીજા હાથે વિડિયો શૂટ કરીને ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શૅર કરી લખ્યું હતું, ‘ગુડ મૉર્નિંગ, હું છું બ્રેવ બૉય અને મમ્મી સાથે વિટામિન-ડી લેતાં-લેતાં દુનિયા જોઈ રહ્યો છું.’
આ વિડિયો જોઈને ઇન્ટરનેટ પર બધાએ તેના પર માછલાં ધોયાં છે કે મમ્મીએ પોતાના બાળકને જીવના જોખમમાં મૂક્યો છે, અમુક લોકો પેરન્ટ્સ બનવાને લાયક નથી હોતા. કોઈકે લખ્યું કે મૂર્ખતાની આ હદ છે. કોઈકે લખ્યું પોલીસ બાળકનું ધ્યાન રાખો.
ADVERTISEMENT
આટલાં માછલાં ધોવાયા પછી કોઈ પરવા વિના તેણે ફરી એક વિડિયો શૅર કર્યો છે કે બરાબર ધ્યાનથી વિડિયો જુઓ, હકીકત સમજો અને તમારે સમજવું નથી તો આઇ ડોન્ટ કૅર. તેણે વિડિયોમાં ખુલાસો આપવાની કોશિશ પણ કરી છે કે મેં મારા બાળકને બરાબર બે હાથે જ પકડી રાખ્યો હતો, માત્ર થોડી ક્ષણ માટે જ એક હાથે પકડ્યો હતો જે વિડિયોમાં દેખાય છે. આગળ તેણે એમ પણ જણાવ્યું હતું કે મારા બાળકને કેમ ઉછેરવો એની મને સલાહ આપવાની જરૂર નથી.