રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા શ્રી સાંવરિયા સેઠને ભક્તો પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવીને સફળતાની માનતા માને છે અને જ્યારે માનતા પૂરી થાય ત્યારે જેના માટે માનતા રાખવામાં આવી હોય એનો ચાંદીનો સિમ્બૉલ ભગવાનને ચરણે ધરે છે.
સાંવરિયા સેઠને ભક્તે ચાંદીના બે શોરૂમ અને ઈ-સ્કૂટર ચડાવ્યા
રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા શ્રી સાંવરિયા સેઠને ભક્તો પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવીને સફળતાની માનતા માને છે અને જ્યારે માનતા પૂરી થાય ત્યારે જેના માટે માનતા રાખવામાં આવી હોય એનો ચાંદીનો સિમ્બૉલ ભગવાનને ચરણે ધરે છે. દિલ્હીમાં જવેલરી શોપ ધરાવતા એક માણસે પોતાનો નવો બિઝનેસ શરૂ થયા પછી સાંવરિયા સેઠને ચાંદીમાંથી બનેલા શોરૂમ એટલે કે બે માળના બિલ્ડિંગ જેવી શૉપનું પ્રતીક બનાવીને ચડાવી હતી. આ શોરૂમ બનાવવા માટે ૩.૩૭કિલો ચાંદી વાપરવામાં આવી હતી અને એની કિંમત લગભગ ૭ લાખ રૂપિયા જેટલી હતી. આ મહિને ભક્તોને ચડાવવામાં આવેલી ચીજોની યાદી હજી લાંબી છે. એક ભક્તે પ્રભુને ૩૦૦ ગ્રામ ચાંદીમાંથી બનેલી બંદૂક અને ચાંદીની ગોળી ભેટ ધરી હતી. એક ભક્તે ૧ કિલો અને ૧૧૯ ગ્રામની ચાંદીના ઇલેક્ટ્રિક સ્કૂટરનું મૉડલ ચડાવ્યું હતું. એક ભક્તે તો સાંવરિયા શેઠને પહેરાવી શકાય એવા ચાંદીના વાઘા અર્પિત કર્યા હતા.
