જવાનનો જવાબ સાંભળીને અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા. એક તરફ કાનૂન અને શિસ્તના નિયમોની યાદી હતી
પ્રતીકાત્મક તસવીર
લખનઉમાં સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)માં તહેનાત એક જવાને ફરજ દરમ્યાન જામફળ ખાઈ લેતાં તેને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી હતી. માત્ર જામફળ ખાધું હતું એ નહીં, પરંતુ તેના બૉસના ઘરમાં લાગેલા જામફળના ઝાડ પરથી ફળ તોડીને ખાધું હતું એ વાતે SDFR વિભાગે તેના પર શિસ્તભંગની કાર્યવાહી કરતાં ચર્ચા જાગી છે. જાન્યુઆરીમાં બનેલી ઘટના હાલમાં ચર્ચામાં આવી છે. જ્યારે ઉપરી અધિકારીઓ દ્વારા તેને સ્પષ્ટતા કરવાની નોટિસ અપાઈ ત્યારે જવાને પણ જે જવાબ આપ્યો એ દંગ રહી જવાય એવો હતો. નોટિસ મળ્યા પછી જવાને કહ્યું હતું, ‘એ દિવસે મને પેટમાં ગરબડ હતી અને છુટ્ટી મળે એમ નહોતી. ડ્યુટી છોડીને જવાનું સંભવ નહોતું અને દર્દથી રાહત મેળવવા માટે યુટ્યુબમાં શોધખોળ કરી તો એમાં જામફળ ખાવાનો ઘરેલુ ઉપચાર કહેવાયો હતો. કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કે શિસ્તભંગ કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો.’
જવાનનો જવાબ સાંભળીને અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા. એક તરફ કાનૂન અને શિસ્તના નિયમોની યાદી હતી અને બીજી તરફ જવાનની મજબૂરી અને ઈમાનદાર કબૂલાત. આખરે આ વાતને ચેતવણી આપીને ત્યાં જ પૂરી કરવામાં આવી હતી.


