Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૪૪ લાખ વાર રામનામ લખીને અયોધ્યામાં દાન કર્યું

૪૪ લાખ વાર રામનામ લખીને અયોધ્યામાં દાન કર્યું

Published : 19 July, 2026 12:12 PM | Modified : 19 July, 2026 12:36 PM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડના દેહરાદૂનમાં રહેતી દીપ્તિ સિંહ નામની દિવ્યાંગ યુવતીએ ભગવાન શ્રી રામ માટેની અનન્ય આસ્થાથી પ્રેરાઈને રામનામની સાધના કરી હતી. વર્ષોથી ચાલતી આ સાધના અંતર્ગત દીપ્તિ ૪૪ લાખ વાર રામનું નામ લખી ચૂકી છે.

૪૪ લાખ વાર રામનામ લખીને અયોધ્યામાં દાન કર્યું

૪૪ લાખ વાર રામનામ લખીને અયોધ્યામાં દાન કર્યું


ઉત્તરાખંડના દેહરાદૂનમાં રહેતી દીપ્તિ સિંહ નામની દિવ્યાંગ યુવતીએ ભગવાન શ્રી રામ માટેની અનન્ય આસ્થાથી પ્રેરાઈને રામનામની સાધના કરી હતી. વર્ષોથી ચાલતી આ સાધના અંતર્ગત દીપ્તિ ૪૪ લાખ વાર રામનું નામ લખી ચૂકી છે. હાલમાં તેણે ઘરમાં જ એક રામભજનની સંધ્યા યોજીને આ રામનામની પોથીઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. માનસિક રીતે અક્ષમ હોવા છતાં દીપ્તિએ જીવનનો અધિકાંશ સમય રામનામનું લેખન અને પૂજાપાઠ કરવામાં વિતાવ્યો છે. અત્યાર સુધીમાં ૪૦૦ નોટબુક ભરીને તેણે રામનામ લખ્યું છે. દરેક નોટબુકમાં ૧૧,૦૦૦ વાર રામ રામ લખ્યું છે. પરિવારનું કહેવું છે કે આ માત્ર રામનામનું લેખન નથી, વર્ષોથી ચાલતી નિરંતર સાધના છે. તાજેતરમાં યોજેલી રામધૂનની સંધ્યામાં ભાવિકો તરફથી લગભગ ૩૫,૦૦૦ રૂપિયાનો ચડાવો મળ્યો હતો. દીપ્તિએ એ ચડાવો પણ રામ મંદિરમાં સમર્પિત કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 12:36 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK