Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પંજાબની હૉસ્પિટલમાં બાઇક સાથે ઢાંસુ એન્ટ્રી મારી ડૉક્ટરે

પંજાબની હૉસ્પિટલમાં બાઇક સાથે ઢાંસુ એન્ટ્રી મારી ડૉક્ટરે

Published : 03 July, 2026 12:10 PM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાઇક પર એન્ટ્રી લેનારી ડૉક્ટરનું નામ છે સ્વપ્ના મિશ્રા. તે રોબોટિક ગાયનેકોલૉજિસ્ટ છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


પંજાબના મોહાલીમાં ફોર્ટિસ હૉસ્પિટલના સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન દરમ્યાન એક ડૉક્ટરની એન્ટ્રી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એમાં મહિલા ડૉક્ટર હૉસ્પિટલના કૉરિડોરમાં બાઇક સાથે ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી કરે છે. એને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે હેલ્થકૅર ફૅસિલિટીમાં આવા દેખાડા કરવાનું ઠીક છે કે કેમ? 

બાઇક પર એન્ટ્રી લેનારી ડૉક્ટરનું નામ છે સ્વપ્ના મિશ્રા. તે રોબોટિક ગાયનેકોલૉજિસ્ટ છે. કૉરિડોરમાંથી બાઇક જેવી સ્ટેજ એરિયા પાસે આવે છે કે દર્શકો તેનું જોરદાર સ્વાગત કરે છે. 
સોશ્યલ મીડિયા પર નેગેટિવ પબ્લિસિટી મળી રહી હોવાથી હૉસ્પિટલે થોડી વાર પછી આ વિડિયો હટાવી લીધો હતો, પરંતુ એ પહેલાં અનેક લોકોએ એને શૅર, રી-શૅર કરીને વાઇરલ કરી દીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 12:10 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK