Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અશ્વિન કૅપ્ટન અને મેન્ટરની ડબલ ડ્યુટી કરશે

યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અશ્વિન કૅપ્ટન અને મેન્ટરની ડબલ ડ્યુટી કરશે

Published : 03 July, 2026 02:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે રમાનારી યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝન વિશે મોટી અપડેટ મળી છે. હેડ કોચ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળની ડબલિન ગાર્ડિયન્સમાં ભારતનો ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ડબલ ડ્યુટી કરતો જોવા મળશે. 

યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અશ્વિન કૅપ્ટન અને મેન્ટરની ડબલ ડ્યુટી કરશે

યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં અશ્વિન કૅપ્ટન અને મેન્ટરની ડબલ ડ્યુટી કરશે

આ વર્ષે ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે રમાનારી યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝન વિશે મોટી અપડેટ મળી છે. હેડ કોચ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળની ડબલિન ગાર્ડિયન્સમાં ભારતનો ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ડબલ ડ્યુટી કરતો જોવા મળશે. 
ડબલિન ગાર્ડિયન્સ ટીમમાં ૩૯ વર્ષનો રવિચન્દ્રન અશ્વિન મેન્ટર અને કૅપ્ટનની બેવડી ભૂમિકામાં જોવા મળશે. ૨૦૨૪માં અશ્વિને ડિંડીગુલ ડ્રૅગન્સને તેમનું પ્રથમ તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) ટાઇટલ અપાવવા દરમ્યાન આવી જ કૅપ્ટન અને મેન્ટરની ભૂમિકા ભજવી હતી.
અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટમાં ડેબ્યુ મૅચમાં રવિચન્દ્રન અશ્વિને સૅન ફ્રાન્સિસ્કો તરફથી બે ઓવરમાં ૨૪ રન આપી દીધા હતા અને એક પણ વિકેટ લીધી નહોતી. 

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK