Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૂચા ભરીને ડોનટ્સ ખાવા ગયો, ગળામાં ફસાઈ જતાં મગજનો લકવો થઈ ગયો

ડૂચા ભરીને ડોનટ્સ ખાવા ગયો, ગળામાં ફસાઈ જતાં મગજનો લકવો થઈ ગયો

Published : 02 June, 2026 11:32 AM | IST | United Kingdom
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારવારથી મગજનો ડૅમેજ થયેલો ભાગ સુધરીને ફરીથી તેઓ ચાલતા થઈ શકશે કે કેમ એ હજી પરીક્ષણનો વિષય છે.

મોહમ્મદ નસ્સાર

અજબ ગજબ

મોહમ્મદ નસ્સાર


જલદી-જલદી ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ એનાથી મગજનો સ્ટ્રોક આવે એવો કેસ જોઈને ડૉક્ટરો પણ ચકિત થઈ ગયા છે. વાત એમ છે કે ઇંગ્લૅન્ડના ગ્રેટર મૅન્ચેસ્ટરના એક સ્ટોર પર સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા ૫૮ વર્ષના મોહમ્મદ નસ્સાર તેમને મળેલા નાનકડા બ્રેક દરમ્યાન ફટાફટ ખાવાનું ખાઈ રહ્યા હતા. એ દિવસે ખાવામાં તેમની પાસે ડોનટ્સ હતા અને તેમણે એના ડૂચા મારીને ઝટપટ ગળે ઉતાર્યા હતા. જોકે એક ટુકડો ગળામાં ફસાઈ જતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. કોળિયો ગળાઈ પણ નહોતો રહ્યો અને બહાર પણ નહોતો નીકળી રહ્યો. આ સ્થિતિમાં ગૂંગળાયા પછી તેઓ બેહોશ થઈને પડી ગયા. તરત જ સહકર્મચારીઓ અને સ્ટોરના મૅનેજરે તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા. તરત તેમને ઇમર્જન્સી સારવાર આપવામાં આવી અને તેમનો જીવ બચી ગયો. જોકે ગળામાં ફસાયેલા ખોરાકના ટુકડાને કારણે તેમના શરીરને ખાસ્સા સમય સુધી ઑક્સિજન મળતો બંધ થઈ ગયો હતો. મગજમાં ઑક્સિજન ઘટી જવાથી ચોક્કસ ભાગની સંવેદના જતી રહી હતી અને એને કારણે તેમને લકવો થયો હતો. સારવારથી મગજનો ડૅમેજ થયેલો ભાગ સુધરીને ફરીથી તેઓ ચાલતા થઈ શકશે કે કેમ એ હજી પરીક્ષણનો વિષય છે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 11:32 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK