Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુર્લામાં પૂરપાટ ઝડપે આવતી એસયુવીએ ચાર વાહનોને ટક્કર મારી, ૫૫ વર્ષીય સ્ટોર કર્મચારીનું મોત

કુર્લામાં પૂરપાટ ઝડપે આવતી એસયુવીએ ચાર વાહનોને ટક્કર મારી, ૫૫ વર્ષીય સ્ટોર કર્મચારીનું મોત

Published : 02 June, 2026 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kurla SUV Crash: મુંબઈના કુર્લામાં એસયુવી કારે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરને ટક્કર મારતા ૫૫ વર્ષીય પ્રોઢ સ્ટોર કર્મચારીનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર, પોલીસે હાથ ધરી વધુ તપાસ; આરોપીએ અન્ય ત્રણ વાહનોને પણ મારી છે ટક્કર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ (Mumbai)ના કુર્લા (Kurla) ઈસ્ટ વિસ્તારમાં શનિવારે રાત્રે એક દર્દનાક અકસ્માત (Road accident) સામે આવ્યો છે. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી એસયુવી (SUV) કારે એક ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સહિત અન્ય ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૫૫ વર્ષીય કરિયાણાની દુકાનના કર્મચારીનું મોત Kurla SUV Crash () નીપજ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક શરૂઆતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ત્યાં દાખલ કર્યા બાદ તે નાસી છૂટ્યો હતો. મુંબઈ પોલીસ (Mumbai Police)એ આ મામલે ગુનો નોંધી ફરાર આરોપી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

મૃતક કરીયાણાની દુકાનમાં કરતો હતો કામ



મૃતકની ઓળખ કન્હૈયા વર્મા તરીકે થઈ છે, જેઓ કુર્લા ઈસ્ટના નેહરુ નગર વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા. મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝીપુર (Ghazipur)ના વતની કન્હૈયા વર્મા અને તેમનો પરિવાર છેલ્લા આશરે ત્રણ દાયકાથી આ કરિયાણાની દુકાન સાથે જોડાયેલો હતો.


પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શનિવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે નેહરુ નગર (Nehru Nagar)ના શિવ સૃષ્ટિ કોલોની (Shiv Srushti Colony) વિસ્તારમાં અજિથા બિલ્ડિંગ (Ajitha Building) નજીક સર્જાયો હતો. કન્હૈયા વર્મા દુકાનના ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર વાહનમાં સામાનની ડિલિવરી કરવા માટે ચુનાભટ્ટી (Chunabhatti) વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન એક મારૂતિ સુઝુકી બ્રેઝા (Brezza) કારે તેમના વાહનને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ એસયુવી કાર એટલી સ્પીડમાં હતી કે તેણે ત્યાં પાર્ક કરેલી અન્ય ત્રણ કારને પણ અડફેટે લીધી હતી, જેના કારણે ચારેય વાહનોને ભારે નુકસાન થયું હતું.

પુત્રને કરાઈ અકસ્માતની જાણી


દુકાનમાં જ કામ કરતા મૃતકના ૨૫ વર્ષીય પુત્ર વિશાલ વર્માને એક મહિલાનો ફોન આવ્યો હતો, જેણે જણાવ્યું કે દુકાનનું ઇલેક્ટ્રિક વાહન અકસ્માતનો ભોગ બન્યું છે. તેના પિતા સામાન આપવા બહાર ગયા હોવાનું યાદ આવતા જ વિશાલ તેના સાથી કર્મચારી દીપક થોસર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યાં તેમને દુકાનનું ક્ષતિગ્રસ્ત વાહન અને અન્ય ત્રણ ગાડીઓ અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બ્રેઝા કારે ઊભી રહેતા પહેલા એકસાથે અનેક વાહનોને ટક્કર મારી હતી.

ત્યાં હાજર સ્થાનિક લોકોએ વિશાલને જણાવ્યું કે, એસયુવીનો ચાલક તેના પિતાને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલ (Rajawadi Hospital) લઈ ગયો છે. જો કે, જ્યારે પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ તેમને જણાવ્યું કે હોસ્પિટલ લાવતા પહેલા જ કન્હૈયા વર્માનું મોત નીપજ્યું હતું.

આરોપી ફરાર, પોલીસે શરુ કરી તપાસ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આરોપી ડ્રાઈવર મૃતકને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો.’ હાલમાં આરોપીનો કોઈ પત્તો મળ્યો નથી અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે રવિવારે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS)ની કલમ ૧૦૬ (બેદરકારીથી મોત નીપજાવવું) અને ૨૮૧ (જાહેર માર્ગ પર ગફલતભર્યું વાહન ચલાવવું) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK