Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિવસે ફાઇવસ્ટાર હોટેલમાં શેફ અને રાતે ચોર

દિવસે ફાઇવસ્ટાર હોટેલમાં શેફ અને રાતે ચોર

Published : 22 March, 2026 12:41 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે ટૂંક સમયમાં જ એ ફુટેજ પરથી નિકેશને પકડી લીધો હતો.

દિલ્હીના આર. કે. પુરમ વિસ્તારમાં પોલીસે એક શાતિર ચોરને પકડ્યો છે

અજબ ગજબ

દિલ્હીના આર. કે. પુરમ વિસ્તારમાં પોલીસે એક શાતિર ચોરને પકડ્યો છે


દિલ્હીના આર. કે. પુરમ વિસ્તારમાં પોલીસે એક શાતિર ચોરને પકડ્યો છે. આ ચોરની બેવડી જિંદગી જોઈને ભલભલા દંગ રહી જાય એમ છે. આ ભાઈ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી જાણીતી ફાઇવસ્ટાર હોટેલમાં સાઉથ ઇન્ડિયન શેફ તરીકે કામ કરે છે. જોકે રાતના અંધારામાં ભાઈસાહેબ માસ્ટર-કી લઈને લોકોનાં ઘરોનાં તાળાં તોડીને ઘરફોડી કરવાનું કામ કરે છે. નિકેશ નામના આ શેફની મૉડસ ઑપરેન્ડી ખૂબ શાતિર હતી. તે ખાસ કરીને ચાઇનીઝ લૉક લાગ્યાં હોય એવાં ઘરોને ટાર્ગેટ કરતો હતો. તેની પાસે ચાવીઓની એક એવી માસ્ટર-કી હતી જેનાથી તાળું ખોલીને તે ઘરમાં ઘૂસતો, ચોરી કરતો અને પાછું ઘર લૉક કરીને નીકળી જતો. ગયા મહિને તેણે એક પરિવારમાં આવી જ રીતે ચોરી કરી. પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે રાતના સમયે નિકેશે માસ્ટર-કીથી ઘર ખોલ્યું. અંદરથી ૩.૫ લાખ રૂપિયા રોકડ અને ઘરેણાં ઉપાડીને પાછું ઘર બંધ કરી દીધું. પરિવારે જ્યારે આવીને જોયું તો તાળું તૂટ્યા વિના ઘરફોડી થઈ હતી એટલે ગેટ પાસેના CCTV કૅમેરાનું ફુટેજ તપાસ્યું. એમાં નિકેટ સ્કૂટી લઈને ક્યારે આવ્યો અને કઈ રીતે ચોરી કરીને ગયો એ બધું કેદ થઈ ગયું હતું. પોલીસે ટૂંક સમયમાં જ એ ફુટેજ પરથી નિકેશને પકડી લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 12:41 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK