જુઓ, આ ડાઘ ફૂલના છે, હવે શું અન્ડરવેઅર કાઢીને બતાવું : મનોજ જરાંગે
જુઓ, આ ડાઘ ફૂલના છે, હવે શું અન્ડરવેઅર કાઢીને બતાવું : મનોજ જરાંગે
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે આઝાદ મેદાનમાં અનશન પર બેઠા છે. ગઈ કાલે તેઓ સ્ટેજ પર ગણપતિની આરતી કરી રહ્યા હતા ત્યારે તેમના પૅન્ટની પાછળ પીળા ડાઘ દેખાતાં એ અશોભનીય દેખાઈ રહ્યું હતું એટલે ચણભણાટ થઈ રહ્યો હતો. કોઈએ તેમને જાણ કરતાં તેમણે પૅન્ટ બદલી લીધું હતું. જોકે એ પછી કોઈએે અટકચાળું કરીને આડકતરી રીતે તેમને એ વિશે પૂછી પણ લીધું ત્યારે તેમણે એ પીળા ડાઘનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે એ પીળા ડાઘ તો ફૂલોના છે. તેમણે ડાઘવાળું પૅન્ટ પણ બતાવ્યું હતું અને કહ્યું હતું કે હવે શું ખુલાસો કરવા માટે મારે અન્ડરવેઅર પણ બતાવવું પડશે?

