Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પગાર ઓછો હોવાથી વિરોધ કરવા મહિલા કર્મચારી આૅફિસમાં પાંચ કલાક સૂવા માંડી

પગાર ઓછો હોવાથી વિરોધ કરવા મહિલા કર્મચારી આૅફિસમાં પાંચ કલાક સૂવા માંડી

Published : 15 April, 2026 11:23 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં એક યુવતીએ જે રીતે ઓછા પગારનો વિરોધ કર્યો છે એનાથી સોશ્યલ મીડિયામાં ચર્ચા જાગી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને દરેક કર્મચારી આ વર્ષે ઇન્ક્રીમેન્ટ કેટલું મળશે એના પર મીટ માંડીને બેઠો હશે. તાજેતરમાં વધતી મોંઘવારી સામે ઓછાં પગારધોરણોનો વિરોધ પણ ઠેર-ઠેર થઈ રહ્યો છે. જોકે ચીનમાં એક યુવતીએ જે રીતે ઓછા પગારનો વિરોધ કર્યો છે એનાથી સોશ્યલ મીડિયામાં ચર્ચા જાગી છે. સૅલેરી ઓછી હોય તો વ્યક્તિ ઉપરી પાસે રજૂઆત કરે. જો એ રજૂઆત ન માનવામાં આવે તો નોકરી છોડી દે. ધારો કે નોકરીની બહુ જરૂર હોય તો ઓછા પગારે પણ ચૂપચાપ કામ કરતી રહે અને મોકો મળતાં જ નવી નોકરી પર જમ્પ મારે. જોકે ચીનની એક મહિલા કર્મચારીએ દાવો કર્યો હતો કે તે ઓછો પગાર હોવાથી ઑફિસમાં જઈને પાંચ કલાક સૂઈ જાય છે. તે પોતાની ડેસ્ક પર માથું મૂકીને કલાકો સુધી સૂઈ જાય છે. તેનું કહેવું છે કે જેટલા પૈસા મળશે એટલું જ કામ કરીશ. આ રવૈયા વિશે ઇન્ટરનેટ પર વિવાદ જાગ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 11:23 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK