ઇંગ્લૅન્ડના વૉર્વિકશરમાં લીશા બૉન્ડ એક બૅરિસ્ટર છે. પચાસ વર્ષની ઉંમર સુધી તેઓ માત્ર એક ઍડ્વોકેટ તરીકે જ ઓળખાતાં હતાં
લીશા બૉન્ડ
ઇંગ્લૅન્ડના વૉર્વિકશરમાં લીશા બૉન્ડ એક બૅરિસ્ટર છે. પચાસ વર્ષની ઉંમર સુધી તેઓ માત્ર એક ઍડ્વોકેટ તરીકે જ ઓળખાતાં હતાં. જોકે રોજબરોજના એકધારા કામથી કંટાળીને તેમણે પોતાના જીવનમાં કંઈક નવું કરવા માટે પૅશનને ફૉલો કરવાનું નક્કી કર્યું. પચાસ વર્ષની ઉંમરે બહેનો કુકિંગ, રીડિંગ, ટ્રાવેલિંગ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા જેવો શોખ પૂરો કરે; પણ લીશાબહેને પોતાનો પોલ-ડાન્સિંગનો શોખ શરૂ કર્યો. લીશાને જન્મથી જ ટાઇપ-વન ટાઇપનો ડાયાબિટીઝ પણ છે એટલે તેણે હેલ્ધી જીવનશૈલી જાળવવી બહુ જરૂરી છે. તેણે એક દીકરાની મા, કોર્ટમાં દલીલો કરતી વકીલની છબિને બાજુએ મૂકીને ગ્લૅમરસ પોલ-ડાન્સર બનવાનું નક્કી કર્યું. શીખવાની શરૂઆત કરતાં જ તેને ફિઝિકલ હેલ્થમાં જબરો ફાયદો દેખાયો. પહેલાં ઑનલાઇન એકલા-એકલા શીખતાં લીશાબહેન પછી તો ક્લાસમાં જવા લાગ્યાં અને એ પછી તો તેમણે ક્લબમાં પોલ-ડાન્સિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે બાવન વર્ષની વયે લીશાબહેન સાંજે પાંચ વાગ્યા સુધી વકીલનું કામ કરે છે અને પછી સાંજની દુનિયા પોલ-ડાન્સિંગમાં વ્યસ્ત થઈ જાય છે.


