Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Union Budget 2026: આ ખાસ સંકેતો આપી રહે છે ફાઇનૅન્સ મિનિસ્ટરની આ વર્ષની બજેટ સ્પેશિયલ સાડી

Union Budget 2026: આ ખાસ સંકેતો આપી રહે છે ફાઇનૅન્સ મિનિસ્ટરની આ વર્ષની બજેટ સ્પેશિયલ સાડી

Published : 01 February, 2026 10:46 AM | Modified : 01 February, 2026 10:53 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Union Budget 2026: નિર્મલા સીતારમણ સતત તેમનું નવમું કેંદ્રીય બજેટ રજૂ કરવાના છે ત્યારે વિત્તમંત્રીના લુક વિશે વાત કરીએ. દર વર્ષે તેઓની સાડી ચર્ચાનો વિષય રહે છે. ફેશન નહીં પણ તેઓની સાડી દેશની સમૃદ્ધ પોશાકપરંપરા અને ગ્રામીણ હસ્તકલાની કથા રજૂ કરે છે.

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


આજે યુનિયન બજેટ ૨૦૨૬ (Union Budget 2026) રજૂ થવાનું છે ત્યારે વિત્તમંત્રી નિર્મલા સીતારમણ સતત તેમનું નવમું કેંદ્રીય બજેટ રજૂ કરવાના છે ત્યારે વિત્તમંત્રીના લુક વિશે વાત કરીએ. દર વર્ષે તેઓની સાડી ચર્ચાનો વિષય રહે છે. ફેશન નહીં પણ તેઓની સાડી દેશની સમૃદ્ધ પોશાકપરંપરા અને ગ્રામીણ હસ્તકલાની કથા રજૂ કરે છે. 

કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ (Union Budget 2026) રજૂ કરવાની કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામણ અને નાણાંરાજ્યપ્રધાન પંકજ ચૌધરી કર્તવ્ય ભવન ખાતે પહોંચી ગયા છે. નિર્મલાજી આર્થિક ઘોષણાઓ કરે એની પહેલાં સૌની નજર તેઓની સાડીના રૂપ-રંગ પર ગઈ છે. આજે બજેટ રજ્જો કરવા પહોંચેલા નિર્મલા સીતારમણ પરંપરાગત સાડીમાં જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી નિર્મલા સીતારામણની બજેટના દિવસની સાડી એક પ્રકારની પરંપરા બની ગઈ છે, જેમાં તેઓ ભારતના સમૃદ્ધ હાથવણાટ અને હસ્તકલાના વારસાને પ્રોત્સાહન આપતા જોવા મળે છે.



આ વર્ષે તેઓએ મેજેન્ટા રંગની કાંજીવરમ સાડી પહેરી છે. જેમાં ગોલ્ડ અને વાયોલેટ રંગની પણ છાંટ જોવા મળે છે. આ સાડી તમિલનાડુની પ્રખ્યાત વણાટકળાનું ઉદાહરણ છે. સાડીનો પાલવ ખાસ કરીને આકર્ષક જોવા મળ્યો છે. જેમાં મસ્ટર્ડ-ગોલ્ડ પેનલ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે રંગોનું આ સુંદર સંયોજન ગંભીરતા, ગૌરવ અને આત્મવિશ્વાસને વ્યક્ત કરે છે. આ સાડી પરંપરાગત હોવા છતાં પ્રભાવશાળી જણાઈ રહી છે.


શું ખાસિયતો છે કાંજીવરમ સાડીઓની?

Union Budget 2026: કાંજીવરમ અથવા તો કાંજીપુરમ સાડીઓ વિશે વાત કરવામાં આવે તો આ એવી સાડીઓ છે જેમાં શુદ્ધ રેશમનું વણાટકામ કરવામાં આવે છે. આ સાડીઓ તમિલનાડુમાં હાથવણાટથી તૈયાર કરાય છે. સુવર્ણ-ચાંદીના જરીવર્ક દ્વારા આ સાડી ખૂબ જ આકર્ષક બની રહે છે. આટલી સુંદર સાડી તૈયાર કરવા માટે ઘણા દિવસો લાગે છે, ક્યારેક બે અઠવાડિયા સુધી આ સાડી તૈયાર કરાય છે. આ સાડીની ખાસિયત એ છે કે તેમાં જેમાં સાડીની કિનારીનો ભાગ અને બાકીનો ભાગ અલગ-અલગ વણવામાં આવે છે, એકવાર વણાટકામ થઈ જાય પછી પાલવને  જોડવામાં આવે છે.આ જ કારણથી કાંજીવરમ સાડી મજબૂત, ટકાઉ અને અત્યંત શાહી બની રહે છે.


આ સાડી બજેટના શું સંકેતો આપે છે?

આ સાડીનો મેજેન્ટા રંગ ભારતીય સંસ્કૃતિની શક્તિ અને શુભ શરૂઆતનું પ્રતીક (Union Budget 2026) માનવામાં આવે છે. સાડીની કિનારીનો હલકો ઘેરો રંગ ગંભીરતાનું સૂચન કરે છે. ગોલ્ડન જરીનું કામ તેને ઔપચારિક અને ઉત્સવમયી બનાવે છે. આ વર્ષે પણ નાણાંપ્રધાને એ તો સૂચવી જ દીધું છે કે બજેટ માત્ર આંકડાઓ સુધી સીમિત નથી પણ બજેટ એ ભારતની સાંસ્કૃતિક ઓળખ અને કારીગરોની કુશળતાનું પણ સન્માન છે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 10:53 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK