મૂર્તિના અનાવરણ પ્રસંગે શહેરના કવિઓ અને સાહિત્યકારોએ એનાં ગુણગાન ગાતો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. મૂર્તિના બેઝમાં સૂઝી પર લખેલી કવિતા મૂકવામાં આવી છે.
સૂઝીનું સન્માન
ઇંગ્લૅન્ડના ડોરચેસ્ટર ટાઉનમાં એક બિલાડી એટલી પ્રખ્યાત થઈ ગઈ કે એના સન્માનમાં મૂર્તિ બનાવવામાં આવી. આ બિલ્લીબેનનું નામ છે સૂઝી. સૂઝીની મૂર્તિના અનાવરણ વખતે શહેરના ઘણાબધા લોકો હાજર રહ્યા, પણ ખુદ સૂઝી હાજર નહોતી રહી. આ બિલ્લી ડોરચેસ્ટર ટાઉનમાં ઠેર-ઠેર ઘૂમતી રહે છે અને અહીં રહેતા લગભગ બધાની સાથે ખૂબ જ ફ્રેન્ડ્લી થઈને રહે છે. એ એવી-એવી હરકતો કરે છે કે લોકોને એ જોવી ગમે છે. જેમને પણ સૂઝી કંઈક અવનવું કરતી દેખાય એટલે એની વિડિયો-ક્લિપ લઈ લે છે. આ સૂઝીના માનમાં ફેસબુક પર એક ગ્રુપ છે. સ્થાનિક લોકો એમાં સૂઝીની અવનવી અદાઓવાળી વિડિયો-ક્લિપ્સ શૅર કરતા રહે છે. કેટલાક સ્થાનિકોએ સાથે મળીને ‘સૂઝી – નૉટ લૉસ્ટ, જસ્ટ ઍડ્વેન્ચરસ’ નામની બુક પણ લખી છે. આ બિલાડી આમ તો જેની ગ્રેવ્સ નામની મહિલાએ પાળેલી છે, પણ આખા ટાઉનમાં એવી રીતે ફરે છે જાણે આ એનો એકલીનો ઇલાકો હોય. આ ટાઉને સૂઝીની કાંસાની મૂર્તિ બનાવડાવી છે જે ટાઉનના જુલિયા ચૅરિટી હાઉસની બહાર ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. મૂર્તિના અનાવરણ પ્રસંગે શહેરના કવિઓ અને સાહિત્યકારોએ એનાં ગુણગાન ગાતો કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. મૂર્તિના બેઝમાં સૂઝી પર લખેલી કવિતા મૂકવામાં આવી છે.
