અહીંના રોડ એટલા સ્વચ્છ છે કે અહીં પૂરનું પાણી ભરાય તોય એ ગંદું નહીં, સ્વિમિંગ-પૂલમાં નહાવા પડવાનું મન થાય એટલું ચોખ્ખું છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બે દિવસ પહેલાં જંગમી નામના વાવાઝોડાએ જપાનનાં અનેક શહેરોને ઘમરોળી નાખ્યાં હતાં. વાવાઝોડાને કારણે પડેલા સાંબેલાધાર વરસાદને કારણે દરિયાકિનારાનાં શહેરોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી. અનેક લોકો ઘાયલ થયા અને સ્થાનિક પ્રશાસને તરત જ રેસ્ક્યુનું મિશન હાથ ધર્યું. જોકે આ બધામાં ઊડીને આંખે વળગે એવી વાત એ હતી કે જપાનનાં અનેક શહેરોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં ત્યારે રોડ પર એટલું સ્વચ્છ પાણી હતું કે જાણે સ્વિમિંગ-પૂલ હોય એવો અહેસાસ થતો હતો. જૅપનીઝ લોકોએ પોતાની મુશ્કેલી વર્ણવતા પૂરના વિડિયો પોસ્ટ કર્યા હતા એ જોઈને અનેક લોકોને કાચ જેવું સ્વચ્છ પાણી જોઈને નવાઈ લાગી હતી. અહીંના રોડ એટલા સ્વચ્છ છે કે અહીં પૂરનું પાણી ભરાય તોય એ ગંદું નહીં, સ્વિમિંગ-પૂલમાં નહાવા પડવાનું મન થાય એટલું ચોખ્ખું છે.
