Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પપૈયામાં જોવા મળી ગણેશજીની આકૃતિ, પરિવારે મંદિરમાં મૂકીને પૂજા શરૂ કરી દીધી

પપૈયામાં જોવા મળી ગણેશજીની આકૃતિ, પરિવારે મંદિરમાં મૂકીને પૂજા શરૂ કરી દીધી

Published : 28 October, 2026 06:00 PM | IST | Kota
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીંથી ઉતારેલા એક પપૈયાનો આકાર એકદમ વાંકોચૂંકો હતો.

પપૈયામાં જોવા મળી ગણેશજીની આકૃતિ

અજબ ગજબ

પપૈયામાં જોવા મળી ગણેશજીની આકૃતિ


રાજસ્થાનના કોટામાં એક પપૈયાના ફળના આકારે ચર્ચા જગાવી છે. ગુલાબચંદ બનવાડિયાના ઘરના બગીચામાં પપૈયાનું ઝાડ છે. અહીંથી ઉતારેલા એક પપૈયાનો આકાર એકદમ વાંકોચૂંકો હતો. એને ચોક્કસ ઍન્ગલમાં ઊભું રાખવાથી જાણે સૂંઢાળા ગણેશજી હોય એવી આકૃતિ રચાતી હતી. પરિવારને એ પપૈયામાં ખરેખર ગણેશજી દેખાયા અને તેમણે એ પપૈયાને ઘરના મંદિરમાં મૂકી દીધું. કંકુ અને ચોખાથી પપૈયાની પૂજાઅર્ચના કરવામાં આવી અને ફૂલહાર પણ ચડાવવામાં આવ્યાં. પરિવારના કોઈ સભ્યએ આ પપૈયાવાળા ગણેશની તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરતાં પાડોશીઓ અને આસપાસના લોકો પણ દર્શન કરવા માટે ઊમટી પડયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 06:00 PM IST | Kota | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK