અમેરિકાના ૪૬ વર્ષના ગૅરી ક્રિસ્ટેનસેન નામના ભાઈએ વૉશિંગ્ટનની કોલમ્બિયા રિવરમાં એક અનોખું કારનામું કરી બતાવ્યું. ગૅરી આમ તો ખેડૂત છે અને વર્ષોથી જાયન્ટ પમ્પકિન ઉગાડે છે.
અજબગજબ
ગૅરી ક્રિસ્ટેનસેન કોળામાં કોતરણી કરીને એને નાવડી બનાવી દીધી છે.
અમેરિકાના ૪૬ વર્ષના ગૅરી ક્રિસ્ટેનસેન નામના ભાઈએ વૉશિંગ્ટનની કોલમ્બિયા રિવરમાં એક અનોખું કારનામું કરી બતાવ્યું. ગૅરી આમ તો ખેડૂત છે અને વર્ષોથી જાયન્ટ પમ્પકિન ઉગાડે છે. આ વર્ષે તેમના ખેતરમાં ૫૫૫.૨ કિલોનું કોળું ઊગ્યું હતું. તેમણે એ કોળામાં કોતરણી કરીને એને નાવડી બનાવી દીધી છે. એ નાવમાં કૅમેરા અને પીડોમીટર લગાવીને કોલમ્બિયા રિવરમાં તરવાનું શરૂ કર્યું. ૧૨થી ૧૩ ઑક્ટોબર દરમ્યાન ૨૬ કલાકથી વધુ સમય ગૅરીભાઈ નદીમાં તરતા રહ્યા હતા અને કોળાની બોટમાં સૌથી લાંબી જર્ની કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ૨૬ કલાકમાં નાવડીએ ૭૩ કિલોમીટર અંતર કાપ્યું હતું.