તેમણે કાંદાને અર્થી પર સજાવ્યા હતા અને એની અંતિમયાત્રા કાઢી હતી
મંદસૌર
મધ્ય પ્રદેશના મંદસૌરમાં કાંદાના ભાવ ગગડી જતાં હેરાન થતા ખેડૂતોએ અનોખી રીતે પ્રદર્શન કર્યું હતું. તેમણે કાંદાને અર્થી પર સજાવ્યા હતા અને એની અંતિમયાત્રા કાઢી હતી. સાથે બૅન્ડવાજાં વગાડીને શોક-ગીતો ગાયાં હતાં. ખેડૂતોનું કહેવું છે કે કાંદા ૧૦૦થી ૧૫૦ રૂપિયામાં ૧૦૦ કિલો વેચાય છે એને કારણે ખર્ચો પણ નીકળી નથી રહ્યો. મહારાષ્ટ્રમાં કાંદાનો વિપુલ પાક આવ્યો હોવાથી મધ્ય પ્રદેશના ખેડૂતોને કાંદાના ભાવમાં ઘટાડો પરેશાન કરી રહ્યો છે. કોઈકને આ પ્રદર્શન રોચક અને અજાયબી જેવું લાગે, પરંતુ ખેડૂતોની હાલત એટલી કફોડી હતી કે અંતિમયાત્રા વચ્ચે ખેડૂતો રડી પડ્યા હતા. કેટલાય ખેડૂતો ભાવ ઓછા મળતા હોવાથી પાક પાછો લઈને જતા રહ્યા હતા.


