Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગામમાં સુખ-શાંતિ માટે શિવમંદિરમાં હવન કર્યો એમાં ૩૦૦ કિલો મરચાંની આહુતિ આપી

ગામમાં સુખ-શાંતિ માટે શિવમંદિરમાં હવન કર્યો એમાં ૩૦૦ કિલો મરચાંની આહુતિ આપી

Published : 27 August, 2026 03:42 PM | IST | Fatehpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગામલોકોએ શિવમંદિરમાં રુદ્રાભિષેક સાથે અનોખો હવન કર્યો. આ હવનમાં સામાન્ય આહુતિની સામગ્રીને બદલે સૂકાં લાલ મરચાંની આહુતિ આપી નકારાત્મક શક્તિઓ દૂર કરવાની માન્યતા વ્યક્ત કરી હતી.

ગામમાં સુખ-શાંતિ માટે શિવમંદિરમાં હવન કર્યો એમાં ૩૦૦ કિલો મરચાંની આહુતિ આપી

ગામમાં સુખ-શાંતિ માટે શિવમંદિરમાં હવન કર્યો એમાં ૩૦૦ કિલો મરચાંની આહુતિ આપી


ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક અજીબોગરીબ ધાર્મિક યજ્ઞ થયો હતો. ગામના કેટલાક લોકોએ શિવજીના મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો. એની સાથે એક વિશેષ હવન પણ કરવામાં આવ્યો હતો. શિવજીના મંદિરના પ્રાંગણમાં થયેલો આ હવન વેદી બનાવીને થાય એવો નહોતો, પરંતુ એ માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. 
આ હવનમાં ગામલોકોએ સાદી આહુતિની સામગ્રીને બદલે સૂકાં લાલ મરચાંની આહુતિ આપી હતી. તેમનું કહેવું છે કે આમ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ગામમાં સુખ-શાંતિ આવે અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે એ માટે વેદપાઠી સંત અલોકાનંદજીની સલાહથી આ ધાર્મિક વિધિ થઈ હતી. એવું માનવામાં આવે છે કે આ હવન મંગળ ગ્રહ માટે છે. મંગળનો રંગ લાલ રક્ત જેવો હોય છે અને આ અનુષ્ઠાન થકી લોકોના સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 03:42 PM IST | Fatehpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK