Urvashi Rautela judges Miss Universe India 2026: ઉર્વશી રૌતેલાએ સતત ચોથી વખત મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 ને જજ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ત્રિરંગાથી પ્રેરિત ગાઉન પહેરીને ઇવેન્ટમાં આપી હાજરી; સુષ્મિતા સેન સાથે સ્ટેજ શેર કરીને આનંદ અનુભવ્યો
મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૬ના મંચ પર ઉર્વશી રાઉતેલા ત્રિરંગા ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી
ગ્લોબલ પર્ફોમર અને મોડેલ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ સતત ચોથી વખત `મિસ યુનિવર્સ ઈન્ડિયા` (Miss Universe India 2026) સ્પર્ધાને જજ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ખાસ પ્રસંગે ઉર્વશીએ ભારતીય રાષ્ટ્રધ્વજના રંગોથી પ્રેરિત સુંદર ત્રિરંગા ગાઉનમાં હાજરી આપી હતી અને ભારતની પ્રથમ મિસ યુનિવર્સ તથા પોતાની મેન્ટર સુષ્મિતા સેન સાથે મંચ શેર કર્યો હતો. ઉર્વશીની ટીમના જણાવ્યા અનુસાર, સતત ચાર વખત આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાને જજ કરવાનો આ એક નવો વર્લ્ડ રેકોર્ડ છે.
ત્રિરંગા ગાઉનમાં દેશભક્તિ અને ગ્લેમરનો સંગમ
ADVERTISEMENT
મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૬ના મંચ પર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela judges Miss Universe India 2026) ત્રિરંગા ગાઉનમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેણે દેશભક્તિ અને ગ્લેમરનો અનોખો સંગમ રજૂ કર્યો હતો. આ ખાસ લુકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ ઐતિહાસિક ક્ષણ અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ઉર્વશીએ જણાવ્યું હતું કે, "અમારી ટીમને માહિતી મળી છે કે સતત ચોથી વાર મિસ યુનિવર્સ ઈન્ડિયાને જજ કરીને મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે હું ખૂબ જ આભારી છું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જ્યારે મને પૂછવામાં આવ્યું હતું કે ભારત મારા માટે શું છે, ત્યારે મેં કહ્યું હતું કે `આઈ એમ ઈન્ડિયા`. આજે ત્રિરંગા ગાઉનમાં આ સ્પર્ધા જજ કરતી વખતે મને ભારતીય હોવા પર ખૂબ ગર્વ અનુભવાય છે."
ગુરુ સુષ્મિતા સેન સાથે ખાસ ક્ષણ શૅર કરી
ઉર્વશી રૌતેલા માટે આ ક્ષણ એટલા માટે પણ ખાસ અને ભાવુક હતી કારણ કે તેની સાથે તેની પ્રથમ ગુરુ અને માર્ગદર્શક સુષ્મિતા સેન (Sushmita Sen) મંચ પર ઉપસ્થિત હતી. પોતાના સંસ્મરણો તાજા કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે, "મારી પ્રથમ મેન્ટર અને આપણી પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે આ મંચ શેર કરવો એ મારી માટે અદ્ભુત ક્ષણ છે. તેઓ એ જ મહિલા છે જેમણે મને ઉડવા માટે પાંખો આપી હતી. જ્યારે તેમણે મારી કોરોનેશન નાઈટ પર પોતાના હાથે મને ક્રાઉન પહેરાવ્યો હતો, તે ક્ષણ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ બની ગઈ હતી."
બ્યુટી પેજન્ટથી પોતાના કરિયરની શરૂઆત કરનાર ઉર્વશી રૌતેલા આજે બોલિવૂડ અને ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે મોટું નામ બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર ૨૦૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઉર્વશી ફોર્બ્સની રિચ લિસ્ટમાં સામેલ થનારી સૌથી યુવા ભારતીય સેલિબ્રિટી છે. સુષ્મિતા સેન સાથેની તેની આ ભાવુક અને ઐતિહાસિક ક્ષણે મિસ યુનિવર્સ ઈન્ડિયાના આ કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો છે.
