Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Ketan Agrawal Murder Case: સિયાને જેલમાં જલસા? કેતન અગ્રવાલની હત્યારીને VIP ટ્રીટમેન્ટ? ચોંકાવનારા આક્ષેપો

Ketan Agrawal Murder Case: સિયાને જેલમાં જલસા? કેતન અગ્રવાલની હત્યારીને VIP ટ્રીટમેન્ટ? ચોંકાવનારા આક્ષેપો

Published : 27 August, 2026 11:27 AM | Modified : 27 August, 2026 11:29 AM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ketan Agrawal Murder Case: રિપોર્ટ્સ પ્રમાણે સિયાને જેલની અંદર વીઆયપી કહેતાંકે સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. આવા આક્ષેપો કેતનના પરિવારજનો અને સ્થાનિક સંગઠનો દ્વારા કરવામાં આવતાં જ ફરી એકવાર સૌનું ધ્યાન આ ચોંકાવનારા મર્ડર કેસ તરફ ગયું છે.

કેતન, સિયા અને ચેતન (ડાબેથી જમણે)ની ફાઇલ તસવીરો

કેતન, સિયા અને ચેતન (ડાબેથી જમણે)ની ફાઇલ તસવીરો


માત્ર પૂણેને જ નહીં, સમગ્ર રાજ્યને કંપાવી દેનારા કેતન અગ્રવાલ મર્ડર કેસ (Ketan Agrawal Murder Case)ની આજે પણ લોકોમાં વાતો થાય છે. કેતનને લોહગઢ પરથી ધક્કો મારીને એની જ મંગેતર સિયા ગોયલે પતાવી નાખ્યો હતો. હવે આ કેસમાં નવા અપડેટ સામે આવ્યા છે જેણે ફરી એકવાર ચર્ચાઓ તેજ કરી છે. હાલ તો આ કેસની મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેનો આશિક ચેતન ચૌધરી યરવડા મહિલા જેલમાં સજા ભોગવી રહી છે. પણ રિપોર્ટ્સ પ્રમાણે સિયાને જેલની અંદર વીઆયપી કહેતાંકે સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. આવા આક્ષેપો કેતનના પરિવારજનો અને સ્થાનિક સંગઠનો દ્વારા કરવામાં આવતાં જ ફરી એકવાર સૌનું ધ્યાન આ ચોંકાવનારા મર્ડર કેસ તરફ ગયું છે.

એકબાજુ સિયા જેલના સળિયા પાછળ સજા ભોગવી (Ketan Agrawal Murder Case) રહી છે તો બીજી તરફ પોતાના દીકરાને ગુમાવેલ કેતનનો પરિવાર સતત લડી રહ્યા છે કે જેથી કરીને પોતાના દીકરાની જે હાલત થઇ તેવી હાલત અન્ય કોઇની ન થાય.



તમને જણાવી દઈએ કે આવાં બધા આક્ષેપો બાદ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કેતનના પરિવારને સપોર્ટ મળી રહ્યો છે અને તેઓ થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. માહિતી પ્રમાણે ‘ગુલાબો ગંગ’ તેમ જ પાયલ તિવારી બિટિયા ફાઉન્ડેશન દ્વારા સિયા ગોયલના ઘર અને માર્કેટ યાર્ડ સામે ૨ દિવસ સુધી વિરોધ આંદોલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રિપબ્લિકન સોશિયલિસ્ટ પાર્ટીએ પણ પુણેના પત્રકાર ભવનમાં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં આ મામલે (Ketan Agrawal Murder Case) ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવાનું કહેવામાં આવ્યું છે.


આ કેસમાં આ ગ્રુપ્સ દ્વારા જે મુદ્દે તપાસ કરવાની કહેવામાં આવી છે એમાં ખાસ કરીને તો જેલમાં નિયમોને વટાવી જઈને આરોપીઓને ખાસ સુવિધાઓ પૂરી પાડનારા જેલના અધિકારીઓની તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને તાકીદે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી કેતનનું કાસળ કાઢનારા  આરોપીઓને ફાંસી કે આજીવન કેદની સજા ન મળે ત્યાં સુધી કેતનના પરિવારનો આ સંઘર્ષ ચાલુ રહેશે એમ આ સોશિયલ ગ્રુપ્સ જણાવે છે.

તમને જણાવી દઈએ કે આ કેસના મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને તેનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી અત્યારે યરવડા જેલમાં પુરાયા છે. કોર્ટે પોલીસ રિમાન્ડની અરજી ફગાવી દીધા બાદ બંને આરોપીઓએ `લાય-ડિટેક્ટર` (પોલીગ્રાફ) ટેસ્ટ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જોકે, પુણે ગ્રામીણ પોલીસ ડિજિટલ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે કેસને અત્યંત મજબૂત બનાવી રહી છે. પોલીસ (Ketan Agrawal Murder Case) પાસે ૪,૪૦૦ થી વધુ કૉલ ડિટેલ્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.


નજર આ કેસના ઘટનાક્રમ પર:

૧૮ જૂન: કેતનનો પગ લપસી જતાં તે ખીણમાં પડી ગયો છે તેવું નાટક રચવામાં આવ્યું અને કેતનની ડેડબૉડી બહાર કાઢવામાં આવી.

૨૧ જૂન: કેતનના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ કુટુંબીજનો લોહગઢ પહોંચ્યા હતા અને આ એક્સિડન્ટ ન હોવાનો દાવો કર્યો હતો.

સિયા સાંત્વનાનો ડોળ કરવા કેતનના ઘરે આવી ત્યારે પ્રશ્નોત્તરીમાં સિયાના જવાબો અને હાવભાવ પરથી તેની પર કેતનના ફૅમિલીને શંકા ગઈ.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે સિયા અને ચેતન વચ્ચે ગયા એક વર્ષમાં ૨૦૦૪ ફોનકૉલ અને ૩૦૦ કલાકથી વધુ સમય વાતચીત થઈ હતી. જ્યારે ૧૮ જૂને ચેતને પોતાનો ફોન દુકાનના કર્મચારીને આપી દીધો હતો અને પોતે કોઈ ઓળખી ન શકે એમ લોહગઢ પહોંચ્યો હતો.

૨૨ જૂન: પુણે ગ્રામીણ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચેતનને પકડીને સઘન પૂછપરછ કરતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 11:29 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK