Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સસરાએ જમાઈ સાથે દારૂ પીને ચિકન ખાધું અને પછી ગમછાથી ગળું દબાવી દીધું

સસરાએ જમાઈ સાથે દારૂ પીને ચિકન ખાધું અને પછી ગમછાથી ગળું દબાવી દીધું

Published : 21 July, 2026 04:23 PM | IST | Balaghat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના બાલાઘાટમાં દારૂ પાર્ટીના બહાને જમાઈને ગામના સીમાડે બોલાવી સસરાએ મિત્ર સાથે મળીને તેની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પોલીસે પાંચ દિવસમાં તપાસ પૂર્ણ કરીને આરોપીની ધરપકડ કરી અને હત્યાનું રહસ્ય ઉકેલી કાઢ્યું.

સસરાએ જમાઈ સાથે દારૂ પીને ચિકન ખાધું અને પછી ગમછાથી ગળું દબાવી દીધું

સસરાએ જમાઈ સાથે દારૂ પીને ચિકન ખાધું અને પછી ગમછાથી ગળું દબાવી દીધું


મધ્ય પ્રદેશના બાલાઘાટમાં ૧૪ જુલાઈએ પોલીસને કોપે અને ડોગરિયાનાં જંગલોની વચ્ચેથી એક શબ મળ્યું હતું. એની ઓળખ ૪૦ વર્ષના રાજેન્દ્ર શરણાગત તરીકે થઈ હતી. આ ઘટના પછી આખા વિસ્તારમાં સન્નાટો મચ્યો હતો કે આ ભાઈનું શબ જંગલ પાસે પહોંચ્યું કઈ રીતે? પોલીસે પાંચ દિવસમાં ૨૩ લોકોની પૂછપરછ કરીને આ હત્યાની ગુત્થી સુલઝાવી દીધી. તપાસમાં સામે આવ્યું હતું કે રાજેન્દ્રની હત્યા તેના જ સસરા mરાજેશ ચૌહાણે કરી હતી. રાજેશે તેના દોસ્ત સાથે મળીને જમાઈની હત્યા પાર પાડી હતી. રાજેશે જમાઈને દારૂ પાર્ટી માટે ગામના સીમાડે બોલાવ્યો હતો. એ માટેના પૈસા પણ જમાઈ જ લઈને આવ્યો હતો. રાતના અંધારામાં રાજેશે જમાઈ સાથે દારૂ પીધો હતો અને પછી ચિકન શેકીને ખાધું હતું. એ પછી દારૂના નશામાં ટલ્લી થયેલા જમાઈનું ગમછાથી ગળું રૂંધીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 04:23 PM IST | Balaghat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK