Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેમી સાથે ભાગી ગયેલી દીકરીની તસવીર ચિતા પર મૂકીને પિતાએ અગ્નિસંસ્કાર કર્યા

પ્રેમી સાથે ભાગી ગયેલી દીકરીની તસવીર ચિતા પર મૂકીને પિતાએ અગ્નિસંસ્કાર કર્યા

Published : 29 September, 2026 11:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી બિરાદરીના યુવક સાથે લગ્ન કરવાની જીદે ઘરેથી ભાગી ગયેલી દીકરીને મનાવવામાં નિષ્ફળ પિતાએ તેના ફોટોવાળી નનામી બનાવી ચિતા પર અંતિમ સંસ્કાર કર્યા. આ ઘટના બાદ પિતાએ દીકરી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા.

તસવીર ચિતા પર મૂકીને પિતાએ અગ્નિસંસ્કાર કર્યા

તસવીર ચિતા પર મૂકીને પિતાએ અગ્નિસંસ્કાર કર્યા


પ્રેમી સાથે જ લગ્ન કરવાની જીદે ચડેલી દીકરીને સમજાવવાના તમામ પ્રયત્નો પછી પણ તે ભાગી ગઈ એ ઘટનાથી ખૂબ જ ઘવાયેલા પિતાએ દીકરીની સાન ઠેકાણે લાવવા માટે અલ્ટિમેટ ઇમોશનલ હથિયાર વાપર્યું. જો મારી ઉપરવટ જઈશ તો મારું મરેલું મોં જોજે... એવું મા-બાપ કહેતાં હોય છે, પણ આ પિતાએ દીકરીનો ફોટો મૂકેલી નનામી તૈયાર કરી અને એ નનામીને ચિતા પર મૂકીને અંતિમ સંસ્કાર પણ કરી દીધા. જેઠવાડા જિલ્લાના એક ગામમાં દીકરી બીજી બિરાદરીના યુવક સાથે પ્રેમમાં હતી. થોડા દિવસ પહેલાં તે અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેના કોઈ સગડ ન મળતાં પરિવારે પહેલાં તો પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તરત જ પગલાં લઈને તેને પ્રેમી યુવક સાથે પકડી પાડી. પોલીસચોકીમાં આવ્યા પછી પણ યુવતી પ્રેમી સાથે જ લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી અને કેમેય માનતી નહોતી એટલે પિતાએ તેની નજર સામે જ તેના ફોટોના અંતિમ સંસ્કાર કરીને દીકરી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK